શોધખોળ કરો
Advertisement
Kutch : ભુજની સ્કૂલમાં વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતાં મચી ગયો ખળભળાટ
ભુજની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કચ્છઃ ભુજની એક શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી છે. તકેદારી માટે આજે શાળામાં 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,21,081 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement