Kutch : યુવકે બાઇક ઊભું ન રાખતાં પોલીસ બાઇક પાછળ લટક્યા, ગંભીર રીતે ઘાયલ પોલીસનું મોત
અબડાસાના કોઠારા પાસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક ઉભી ના રાખતા પોલીસકર્મી બાઈક પાછળ લટક્યા હતા. અબડાસાના કોઠારા પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસ કર્મચારીને બાઈક ચાલકે ટક્કર મારી હતી.
કચ્છઃ અબડાસાના કોઠારા પાસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક ઉભી ના રાખતા પોલીસકર્મી બાઈક પાછળ લટક્યા હતા. અબડાસાના કોઠારા પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસ કર્મચારીને બાઈક ચાલકે ટક્કર મારી હતી. બાઈક ચાલકે બાઈક ઉભું ના રાખતા પોલીસ કર્મચારી માર્ગ પર સ્લીપ થઈ ગયા. પોલીસ કર્મચારી રોડ પર ગસડાઈ જતા ગંભીરઈજાને કારણે મોત નીપજ્યું છે. ગત રાત્રીના 1.30ના અરસામાં તુત્રા ચેકપોસ્ટ પાસે ઘટના સર્જાઈ હતી.
Kutch : હરામીનાળા પાસેથી BSFએ પકડી 9 પાકિસ્તાની બોટ, સર્ચ ઓપરેશન જારી
કચ્છઃ દલદલી હરામીનાળા ઇલાકા પાસેથી 9 પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. BSFના ઉચ્ચઅધિકારી બોર્ડર પર તપાસ માટે પહોંચ્યા છે. Bsf દ્વારા 9 પાકિસ્તાની બોર્ટ પકડી પાડી છે અને હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે. બીએસએફ દ્વારા હરામીનાળા સરહદી વિસ્તારકચ્છમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. BSFનું સર્ચ ઓપરેશન ચાલુ છે પાકિસ્તાની બોટ કબજે કરવામાં આવી છે..
પાકિસ્તાની એજન્સીઓ પણ છેલ્લા 15 દિવસથી આક્રમક બની છે. છેલ્લા થોડા દિવસોથી ભારતીય માછીમારોની અપહરણની અનેક ઘટના બની છે. થોડા દિવસ અગાઉ અંદાજે 50 ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓ પકડી ગઇ છે. Bsf દ્વારા અતિસંવેદનશીલ ગણવામાં આવતું હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
વડોદરાઃ ડ્રાઇવર બંધ ટ્રકની પાછળના ભાગે ઝાડની ડાળીઓ મૂકી રહ્યો ને અચાનક ટ્રાવેલ્સે કચડ્યો, કમકમાટીભર્યું મોત
વડોદરાઃ કરજણ નેશનલ હાઇવે 48 પર ના ભારત કોટન પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. વહેલી સવારે અકસ્માત થયો હતો. માર્ગ પર બંધ પડેલ ટ્રકની પાછળના ભાગે ઝાડની ડાળીઓ લગાડતાં ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સ બસે અકસ્માત સર્જીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ડ્રાઈવરનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ટ્રાવેલ્સ બસનો ચાલક ઘટના સ્થળે બસ મૂકીને થયો ફરાર. મૃતક ટ્રક ચાલકનું નામ રાધેશ્યામ સુદામા યાદવ (ઉંમર 31 રહે,જામીનલૂહારપુર ,જી - ગોરખપુર ,ઉત્તર પ્રદેશ) છે. ટ્રાવેલ્સ બસ નંબર Gj - 14 - Z -9977નો બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. ટ્રકના ક્લીનર દ્વારા ટ્રાવેલ્સ બસના નંબરના આધારે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કરજણ પોલીસે ફરાર ટ્રાવેલ બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે.