Kutch: મુસ્લિમ યુવાનને ડૂબતો બચાવવા હિન્દુ યુવાને માર્યો કૂદકો ને પછી.......
Kutch News: ત્રણ દિવસ પહેલા કચ્છના ભચાઉ પાસે નર્મદા કેનાલમાં ડૂબતાં એક યુવાનને બચવા જતા 21 વર્ષીય ક્ષત્રિય યુવાનનું મોત થયું હતું.
Kutch: કચ્છમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની મોટી ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવાનને ડૂબતો બચાવવા હિન્દુ યુવાને કૂદકો માર્યો હતો. જેમાં બંનેના મોત થયા હતા. ક્ષતરિય દીકરાએ મુસ્લિમ યુવાન માટે પોતાનો જીવ આપી દીધો હતો. જેના પગલે બંને સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શું છે ઘટના
ત્રણ દિવસ પહેલા કચ્છના ભચાઉ પાસે નર્મદા કેનાલમાં ડૂબતાં એક યુવાનને બચવા જતા 21 વર્ષીય ક્ષત્રિય યુવાનનું મોત થયું હતું. જિતેન્દ્રસિંહનો મૃતદેહ 20 કલાક બાદ 10 કિલોમીટર દૂર મળી આવ્યો હતો. ક્ષત્રિય ધર્મની વ્યાખ્યાને અનુસરીને 24 વર્ષીય જિતેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....
સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે સંબંધ બંધાયા હતા. આ દરમિયાન યુવકની દાનત પ્રેમિકાની સગીર દીકરી પર બગડી હતી. જેના કારણે પ્રેમી અને તેની પ્રેમિકામાં ખટરાગ ઉભો થયો હતો. જેનો કરૂણ અંજામ આવ્યો હતો.
શું છે મામલો
શહેરના આજવા રોડ પર 2013માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. બે વર્ષ અગાઉ 39 વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. દરમિયાન પુત્રી યુવકની નજીક આવી હોવાનું જણાતાં અવાર-નવાર ઝઘડા થતા હતા, જેનો કરુણ અંજામ મંગળવારે સાંજે 4 વાગ્યે આવ્યો હતો. ગઈકાલે બપોરે શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
માતાએ જ કંટ્રોલ રૂમમાં કર્યો ફોન
સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ લગ્ન થયેલા છે અને તેના બે વખત છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.
મહિલાના સંબંધીઓ પણ ન આવ્યા
માતાએ પુત્રી પર ચપ્પુથી કરેલા હુમલા અંગે પોલીસને બાવ બન્યાના લાંબા સમય પછી પણ કોઈ ફરિયાદી મળ્યું નહોતું. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓને બોલાવી બનાવમાં ફરિયાદી થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા.