શોધખોળ કરો

Kutch: કચ્છમાં વીજ ધાંધિયા, ચાર દિવસથી વીજ કાપ રહેતા મહિલાઓ વિફરી, ધારાસભ્ય-સાંસદ ફોન પણ નથી ઉપાડતા

Kutch News: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ બધાની વચ્ચે લોકોને વીજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

Kutch News: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ બધાની વચ્ચે લોકોને વીજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ સમાચાર કચ્છ ભૂજથી મળ્યા છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ વીજ કચેરીનો ઘેરાવ કરીને વીજ કાપને લઇને હલ્લાબોલ કર્યા છે, છેલ્લા ચાર દિવસથી શહેરમાં વીજળી ગૂલ થયાની ઘટનાઓ બની રહી છે જેને લઇને શહેરીજનો આક્રોશમાં આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વીજ ધાંધિયા શરૂ થઇ ગયા છે. કચ્છમાં મહિલાઓએ હાલમાં વીજ કાપને લઇને મોટો હંગામો મચાવ્યો છે. કચ્છમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત મોટી સંખ્યામાં મહિલાઓનો PGVCL કચેરીએ પહોંચી હતી, અને ત્યાં જઇને મુખ્ય ઓફિસમાં જોરદાર વિરોધ સાથે હલ્લાબોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂજના મોટાભાગના વિસ્તારમાં ગયા મંગળવારની રાતથી વીજળી નથી, આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના સમાચારો પણ છે. શહેરમાં મુન્દ્રા રૉડ, ભક્તિ પાર્ક, સ્વામિનારાયણ નગર, માધાપરમાં મોટા પાયે વીજ વિક્ષેપ થઇ રહ્યો છે. હાલમાં અડધા ભૂજ શહેરમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત થયેલા લોકો વિફર્યા છે. વીજ ધાંધિયાને લઇને લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, જોકે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી, હાલમાં તેઓ ફોન પણ રિસીવ નથી કરી રહ્યાં. 

વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી 100 કિમી દૂર કેન્દ્રબિંદુ

વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં ધરતીકંપનો આંચકો (Earthquake shock in Kutch amid rainy weather) અનુભવાયો છે. પૂર્વ કચ્છના ધોળાવીરામાં (Dholavira)  2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સાંજે 4:41 મિનિટે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ ધોળાવીરાથી 100 કિલોમીટર દૂર નોંધાયું હતું.

ભૂકંપની તીવ્રતા

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો

  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
  • મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
  • ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
  • કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
  • આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
  • પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
  • નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
  • સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
  • ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget