Kutch : કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને પોલીસ યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી.....
પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
ભુજઃ કચ્છના પાટનગર ભુજમાં ખાખીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસ કર્મચારીએ ભુજ "A"ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ક્વાર્ટર, ખાવડા પોલીસ લાઈન, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા હતા. પશ્ચિમ કચ્છ ભૂજ A DIVISION પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
Mehsana : યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ચકચાર, હત્યાની આશંકા
મહેસાણાઃ મહેસાણાના ભાસરીયા પાસેથી યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. યુવાનના શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જોકે, યુવક નિર્વસ્ત્ર હાલતમાં અહીં કેવી રીતે આવ્યો તેમજ તેની હત્યા થઈ છે તો કોણે અને કેમ કરી તે સમગ્ર પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Rajkot : 28 વર્ષીય પરણીતાએ બે માસુમ બાળકો સાથે આત્મવિલોપન કરતાં નાના એવાં ગામમાં અરેરાટી
રાજકોટઃ રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 28 વર્ષીય પરણીતાએ બે માસૂમ બાળકો સાથે આત્મવિલોપન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. ગૃહક્લેશમાં માતાએ પોતાના સંતાનો સાથે સળગીને આપઘાત કરી લીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષની દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે બાળકો ધવલ અને મોહિત સાથે આત્મહત્યા કરી લીધી છે. આપઘાતને પગલે પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. મહિલાના પતિએ કહ્યું મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. વહેલી સવારે સમગ્ર ઘટના બની. DCP સહિતના પોલીસે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.