શોધખોળ કરો

Lumpy virus: કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર, મૃત ગાયોના થયા ઢગલા, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો આવ્યો સામે

Lumpy virus: લમ્પી વાયરસના આતંકથી કચ્છમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ થયાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ભુજ નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે.

Lumpy virus:  લમ્પી વાયરસના આતંકથી કચ્છમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ થયાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ભુજ નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે. ભુજ શહેરના પાલિકાના ડમ્પીંગ સ્ટેશન ઉપર જોવા મળેલી મૃતક ગાયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજ તરફ મૃતક ગાયોના સવાલથી ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરએ ગોળ ગોળ વાતો કરી વાતને ટાળી હતી.

તો બીજી તરફ ગાયોના મોતને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષ આકરા પાણીએ છે. કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભુજ નગરપાલિકાના નાગોર રોડ ઉપરથી જે મૃત ગાયોના વીડિયો આવ્યા છે તે હદયને કપાઈ દે તેવા છે. આ મૃત ગાયોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે. સરકાર અને તંત્ર મેળાઓ અને ઉત્સવમાં જેટલી તત્પરતા બતાવે છે પંરતુ ગાયો માટે કેમ ચૂપ છે. કચ્છ કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા મૃત ગાયોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ કરી છે.

સૌરષ્ટ્ર અને કચ્છ પંથકમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને રોગચાળો સતત વધી રહ્યો છે ત્યારે સરકાર સબ સલામતના દાવા કરી રહી છે તો વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ કચ્છથી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં યુવાનોની બેરોજગારી, નશાખોરી, લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસ મુદે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદે સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

મોરબીમાં પણ લમ્પી વાયરસનો રોગચાળો વધતો હોવાની સ્થાનિક આગેવાનોએ માહિતી આપતા તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ લમ્પી વાયરસ રોગ માર્ચ મહિનામાં શરુ થયો છતાં સરકારે ગંભીરતા દાખવી ના હોવાથી રોગચાળો વકર્યો છે. જેથી સરકારને પગલા લેવા ફરજ પાડવા કોંગ્રેસ આગેવાનો કાર્યરત જોવા મળે છે તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ અનેક પ્રહારો કર્યા હતા. 

પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે લમ્પી વાયરસને કારણે મૃત્યુ ના થયા હોવાના સરકાર દાવા કરે છે પરંતુ રોગચાળાને પગલે ૨૦ થી ૨૫ હજાર ગાયોના મૃત્યુ થયાનો તેમણે દાવો કર્યો છે ત્યારે આ મુદે ડીબેટ થાય જેમાં સરકારના પ્રતિનિધિ, પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો અને વિપક્ષ બેસે અને ગાયોને મોતથી બચાવવા શુ કરી સકાય તેની ચર્ચા કરવી જરૂરી છે. પાંજરાપોળ અને ગૌશાળાને પ્રતિદિન ૨ થી ૨.૫ લાખનો ખર્ચ હોય જેની પાસે હાલ રૂપિયા નથી, ઘાસચારો નથી એવી સ્થિતિ છે તેમજ સરકાર જાહેરાત કરી રૂપિયા આપતી ના હોય તો સરકાર રૂપિયા ના આપે તો સંસ્થાઓએ આગળ આવી ગૌધનને બચાવવું પડશે.

તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ સરકારને આડેહાથ લીધી હતી. ગોંડલના ગ્રામ્ય પંથકનો યુવાન પરીક્ષાની તૈયારી કરતો હતો જેને આપઘાત કરી લીધો છે યુવાનો આપઘાત કરવા મજબુર બન્યા છે તેમજ નિરાશ થતા યુવાનોને નશાની દુનિયામાં ધકેલી દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પણ પ્રદેશ પ્રમુખે કર્યા હતા. તો દેશના વડાપ્રધાન ગુજરાત આવે છે તે પૂર્વે થયેલ લઠ્ઠાકાંડ અને યુવાનોના મોત મામલે એક શબ્દ પણ બોલ્યા ન હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget