શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પૂર્વ CM માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન, અંતિમ સંસ્કાર પહેલા અપાયું ગાર્ડ ઓફ ઓનર
સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે આવ્યા છે. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલિન થયા છે. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ છે. સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે આવ્યા છે. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વતી બાલાસાહેબ થોરાટ અને ટીએસ સિંઘ દેવે માધવસિંહને પુષ્પાંજલી આપી હતી. સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના શાસ્ત્રોક્ત વિધિ અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમના પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion