શોધખોળ કરો

ગુજરાતના 19 જિલ્લામાં સોમવારે કોરોનાના 10થી ઓછા નવા કેસ, એક જિલ્લામાં એક પણ કેસ નહીં, જાણો ક્યા છે આ જિલ્લા ?

ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોન સંખ્યા વધી રહી છે અને ચાર મોટાં શહેરોમાં તો સ્થિતી ગંભીર છે ત્યારે આશ્ચર્યજનક રીતે કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં હજુ કોરોનાનો બહુ કહેર નથી. આ પૈકી પોરબંદર જિલ્લો તો એવો છે કે જ્યાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે 19 જિલ્લા એવા છે જ્યાં 10થી પણ ઓછા કેસ નોંધાયા હતા. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 1640 કેસ નોંધાયા હતા તેમાં પોરબંદર જ એક માત્ર એવો જિલ્લો હતો કે જ્યાં કોરોનાનો નવો કોઈ કેસ નથી નોંધાયો. પોરબંદરમાં સોમવારે કોરોનાના 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત  કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12 કેસ નોંધાયા હતા.

10થી પણ ઓછા કેસ હોય તેવા જિલ્લા

અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ, સાબરકાંઠા-સુરેન્દ્રનગર-તાપીમાં 7-7 કેસ, બનાસકાંઠા-જામનગરમાં 6-6 કેસ, છોટા ઉદેપુર-મહીસાગરમાં 4-4 કેસ, દેવભૂમિ દ્વારકા-વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ ગ્રામ્ય-અરવલ્લી-જૂનાગઢમાં 2-2 કેસ, બોટાદ-ડાંગમાં 1-1 કેસ અને પોરબંદરમાં એક પણ કેસ નોંધાયો ન હતો.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?

અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81, સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
નવી મીની કૂપર કન્વર્ટિબલ MINI Cooper Convertible, ટોપ સ્પીડ જાણીને ચોંકી જશો
નવી મીની કૂપર કન્વર્ટિબલ MINI Cooper Convertible, ટોપ સ્પીડ જાણીને ચોંકી જશો
Embed widget