શોધખોળ કરો
Advertisement
અમરેલી: ધારીના હાલરીયા નજીક ટ્રેકટર સામે અચાનક આવી ચડ્યા બે સિંહ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલરીયા ગામ પાસે ખેડૂત પોતાની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે બે સિંહો તેમના રસ્તામાં સામે આવી ચડ્યા હતા.
અમરેલી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલરીયા ગામ પાસે ખેડૂત પોતાની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે બે સિંહો તેમના રસ્તામાં સામે આવી ચડ્યા હતા. સ્થાનિક ખેડૂત વાડી વિસ્તારના માર્ગે ટ્રેકટર લઇ પસાર થતા હતા આ દરમિયાન બે સિંહો તેની સામે આવી ગયા હતા.
જોકે રેતી ભરેલા ટ્રેકટર ચાલકની બહાદુરી જોવા મળી હતી. તેણે હાકલા પડકારા કરી સિંહોના નામ સાથે બોલાવી સિંહોને બિરદાવ્યા હતા. ખેડૂતને રસ્તામાં મળેલા આ સિંહોનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અવારનવાર સિંહો જોવા મળે છે. ધારી પંથકમાં સિંહો વસવાટ કરે છે. જેના કારણે ઘણી વખત ખેતર અને વાડીમાં કામ કરતા ખેડૂતો સામે સિંહો આવી જતા હોય છે. આ પહેલા પણ રસ્તામાં સિંહો આવી ચડ્યા હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement