શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે આશા ફેસિલિટર, આંગણવાડી બહેનોના પગારમાં કર્યો વધારો, વિધવા પેંશનમાં વધારો
ગાંધીનગરઃ નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરે છે.
-પશુધન વસ્તી ગણતરીમાં ગુજરાત 15.36 % નો વધારા સાથે પ્રથમ ક્રમે
-સ્કીમડ મિલ્ક પાવડરની નિકાસના 300 કરોડની સહાય
- સૌની યોજનામાં 11,216 કરોડનો ખર્ચ કરાયો
-જામનગર, ભાવનગર , રાજકોટ માં 35 જળાશયો અને 100 થી વધુ ચેક ડેમનું આયોજન કરાયું
- માં વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઇ, સહાય 3 લાખથી વધારી 5 લાખ કરાઈ
- આશા ફેસિલેટર બહેનોના મહેનતાણ માં 2000 રૂપિયાનો વધારો
- 53000 થી વધુ આંગણવાડીઓ બહેનોના ભથ્થા વધારી 6300 થી 7200 કરાયું
- તેડાગર કર્મચારીઓ ને 3200 થી વધારી ને 3650 કરાયો
- બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડની ફાળવણી કરાઈ
- વર્ગ ખંડોને સમૃદ્ધ કરવા માટે 1લાખ13 હજાર કરોડ ખર્ચ કરાયો
- ડ્રોપ આઉટ રેશિયોમાં ધટાડો, ધોરણ 1 થી 5 માં 1.42 ટક ડ્રોપ આઉટ દર નોંધાયો
- મધ્યાહન ભોજન પાછળ1780 કરોડ નો ખર્ચ
- 700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે
- ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી
- રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફ્લાય ઓવર બનશે
- અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે
- દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ બનશે ફ્લાય ઓવર
- અછત સમયે ખેડુતોના પડખે સરકાર
- 96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
-પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35ની સહાય, 40.84 કરોડ ચૂકવાયા
- ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનુ વધારાનુ ભારણ
- ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનુ ખાસ સહાય પેકેજ
- 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં 7.64 લાખ પરિવારોને આવસ પુરા પડાશે
- વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓ ને કવીંટલ દીઠ અપાતું કમિશન 102 રૃપિયાથી વધારી 125 કરાયું, 1 માર્ચથી અમલ , વાર્ષિક કમિશન 242 કરોડમાં55 કરોડનો વધારો થશે
- રાજ્ય સરકાર અમલમાં મુકશે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ
- જાહેર સ્થળો પર નાગરિકોની સલામતી માટે 1175 લોકેશન પર 7463 સીસી ટીવી કેમેરા લગાવાશે
- ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે
- આશા ફેસિલિટર બહેનોના માસિક મહેનતાણું વધારી માસિક 2000 રૂપિયાનો કરાયો વધારો, 3751 બહેનોને મળશે લાભ
- આંગણવાડીની બહેનોના પગારમાં 900નો વધારો
- હવે 6300ની જગ્યાએ 7200 આપવામાં આવશે
- વિધવા બહેનોના પુત્રને પણ પેંશન આપી શકશે
- પેંશનમાં 250 નો વધારો કરી 1250 કરવામાં આવશે
- રાજ્ય સરકારને વાર્ષિક 349 કરોડનો બોજો
- તેડાગર બહેનોના પગાર વધારશે 3200 પગારમા હવે 450 વધારો કરી 3650 આપવામાં આવશે
- પોલીસદળમાં આગામી વર્ષમા 9713 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 554 જેલ સિપાહી હશે
- વૃદ્ધ પેંશન યોજનામાં 50 ટકાનો વધારો, 500થી વધારી 750 કરવામાં આવ્યા
- એશિયાઈ સિંહોનાં સંરક્ષણ માટે 97.85 કરોડનાં ખર્ચે મોબાઇલ રેસ્ક્યુ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી નેટવર્ક વિકસાવાશે.
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2019 20 માં 2000 કરોડથી વધુના રસ્તા અને પુલોના કામ મંજુર કરવામાં આવશે
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હસ્તકના 8 નિગમો યોજનાઓના વ્યાપ વધારવા માટે 100 કરોડના સપોર્ટમાં દોઢ ગણો વધારો કરી 150 કરોડ કરવામાં આવશે
- પાકિસ્તાની જેલમાં રખાતાં રાજ્યના માછીમારોના પરિવારને અપાતાં દૈનિક રૂ. 150 ભથ્થાંમાં વધારો કરી રૂ. 300 કરાયું
-રાજ્યની મહાનગરપાલિકા માં 54 અને નગરપાલિકા માં 21 મળી 74 ફલાયઓવર બનશે
- અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડના ખર્ચે પગદંડી બનાવાશે
- 103 કિલોમીટર લાંબી બનશે પગદંડી
- મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે બનાવશે આ પગદંડી
-અકસ્માતોનો ભોગ ન બને તે માટે બનાવશે પગદંડી
- અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેજ 1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરાશે
-ગુજરાતની વિકાસગાથાની સૌ કોઇએ નોંધ લીધી
- નીતિન પટેલ છઠ્ઠીવાર બજેટ રજૂ કરી રહ્યા છે
-ગુજરાતની પ્રજાએ 22 વર્ષથી અમારા પર વિશ્વાસ મુક્યો છે.
- સામાજિક અને આર્થિક વિકાસ માટે કટિબદ્ધઃ નીતિન પટેલ
- લોકસભાની ચૂંટણી હોવાથી લેખાનુદાન
- સિંચાઇ યોજનાઓને વધુ બળવત્તર બનાવી
- 2 હજારથી વધુની ખેતપેદાશોની સરકારે ટેકાના ભાવે ખરીદી કરી
-સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે રોજગારીની તક ઉભી થઈઃ નીતિન પટેલ
- 10 ટકા આર્થિક અનામતની નીતિનો અમલ શરૂ કર્યો
- ધોલેરા ખાતે 5 હજાર મેગા વોટનો વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થપાશે
- માછીમારોને જીવન નિર્વાહ ભથું 150 થી વધારી 300 કરવાની જાહેરાત
- સરકાર દ્વારા ખેડૂતો માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ ઉભું કરશે
- ખેડૂતોને મળતી વ્યાજ સહાય એક સાથે અને સમય સર મળતી રહે તેવું આયોજન
- દેશના વિકાસમાં ગુજરાતના ફાળો 22 ટકા
- કચ્છમાં પૂરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે
- અછતના સમયે સરકાર ખેડૂતોની સાથે રહી
- રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ અછત સહાય
- 2019-20ની બજેટ લોકસભાની ચૂંટણી પછી રજૂ કરશે
- અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી
- 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયું
- કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા
- રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા
- ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા
- ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ
આ વચગાળાના બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આકર્ષક જાહેરાતો થાય તેવી સંભાવના છે. આજે સવારે 11 વાગ્યે નીતિન પટેલ ગૃહમાં રજુ કરશે ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ. ગયા વર્ષ 2017-18 મા 1.83 લાખ કરોડ નું બજેટ રજુ થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
એસ્ટ્રો
Advertisement