Gujarat New Cabinet Live: આજે જ રાજ્ય મંત્રીમંડળનો શપથવિધી કાર્યક્રમ યોજાઈ તેવી શક્યતા, મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાવાના નક્કી
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે.
LIVE
Background
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.
મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે. જેમને પડતા મુકવામાં આવ્યાં છે તે પૈકીના પૂર્વ મંત્રીઓને પણ એક બાદ એક બોલાવીને સૂચના આપી દેવામાં આવી છે.
નવા મંત્રીમંડળમાં સંભવિત ચહેરાઓની વાત કરીએ તો ડોક્ટર નીમાબેન આચાર્ય, કિરીટસિંહ રાણા, ગોવિંદભાઈ પટેલ, શશિકાંત પંડ્યા, હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ, કેતન ઈનામદાર, અરવિંદ રૈયાણી, રાકેશ શાહ, વિનુભાઈ મોરડીયા, મોહનભાઈ ઢોડીયા, આત્મારામભાઈ પરમાર, જીતુભાઈ વાઘાણી, દેવાભાઈ મામલ, ગજેંદ્રસિંહ પરમાર, ઋષિકેશ પટેલનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
નવા મંત્રીમંડળની રચના પહેલા સ્વર્ણિમ સંકુલમાં કેવી ગતિવિધિ થઈ ગઈ શરૂ?
બીજી તરફ નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે.
કોને મળશે તક ?
દસ વાગે અપાશે સૂચના
જેમને શપથ લેવાના છે તે ધારાસભ્યોને દસ વાગ્યે અપાશે સૂચના. દસ વાગ્યા બાદ શપથ લેનારાઓને ટેલિફોનથી જાણકારી અપાશે. નો રિપીટેશનની થિયરી અપનાવાઈ તેવી પણ ચર્ચા. પાર્ટી અને સરાકરમાં નવું જોમ પૂરવા અપનાવાઈ શકે છે નવી ફોર્મ્યુલા. શિક્ષિત અને ટેક્નોસેવી ધારાસભ્યોને પ્રાધાન્ય અપાઈ તેવી શક્યતા.
બપોરે 2 વાગ્યે કાર્યક્રમ
મંત્રીમંડળના શપથ વિધિનો કાર્યક્રમ બપોરે 2 કલાકે રાજભવનમાં યોજાશે.
પૂર્વ મંત્રીઓને અપાઈ સૂચના
જે પૂર્વ મંત્રીઓને પડતા મુકવાના છે તેમને સૂચના આપી દેવામાં આવી છે.