શોધખોળ કરો

Local Body Election Result 2025: જૂનાગઢ મહાનગરપાલિકામાં મતગણતરી વચ્ચે પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્ત 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની શાનદાર જીત થઈ છે.

Local Body Election Result 2025  : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની શાનદાર જીત થઈ છે. જૂનાગઢમાં મતગણતરી વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. 

જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ પર પથ્થરમારો

જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું.   ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   

જૂનાગઢ  મહાનગરપાલિકા  

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 44  બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસે 7 અને અન્યના ખાતમાં 1 બેઠક આવી છે.  જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર થયો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 

જેતપુરમાં જયેશ રાદડિયા ફરી બન્યા કિંગ મેકર

જેતપુરમાં ફરી જયેશ રાદડિયા કિંગ મેકર બન્યા છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબજો જોવા મળ્યો છે.  અહીં પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપના 32 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે અપક્ષ 11 બેઠકો જીતવામાં સફળ થયું છે. જેતપુર પાલિકામાં કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.  જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે.  જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે આપ અને કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા.  

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election Result 2025: ધોરાજી પાલિકામાં BJPનો ભગવો લહેરાયો, જાણો કેટલી બેઠકો જીતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch VideoHun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
Embed widget