(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha: ઉમેદવારોએ સ્વેચ્છાએ નહીં પક્ષની સૂચનાથી ઉમેદવારી પાછી ખેંચી, abp અસ્મિતાની EXCLUSIVE જાણકારી
લોકસભા ચૂંટણીની ગુજરાતમાં પુરજોશમાં પ્રચારની કામગીરી શરૂ થઇ ગઇ છે, ભાજપ અને કોંગ્રેસે અમૂક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે
Lok Sabha: લોકસભા ચૂંટણીની ગુજરાતમાં પુરજોશમાં પ્રચારની કામગીરી શરૂ થઇ ગઇ છે, ભાજપ અને કોંગ્રેસે અમૂક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે. ત્યારે આજે ગુજરાત ભાજપમાંથી બે મોટો ટ્વીસ્ટ સામે આવ્યા છે. વડોદરા બાદ સાબરકાંઠાના ઉમેદવારોએ આજે સોશ્યલ મીડિયા પૉસ્ટ થકી પોતાની ઉમેદવારી પાછી ખેંચી હોવાની વાત કહી છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો દૌર શરૂ થયો છે.
દેશમાં તહેવારોની મૌસમ શરૂ થઇ ગઇ છે, હવે હોળી-ધૂળેટી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીના રંગ બદલવા લાગ્યા છે. સવારેમાં જ બે કલાકના સમયની અંદર જ બે પૉસ્ટ સામે આવી અને બે ઉમેદવારોની પીછેહઠ કરી દીધી હતી. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો આ પછી સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.
જોકે, વડોદરા અને સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારોની ઉમેદવારી પાછી ખેંચવાની વાતને લઇને abp અસ્મિતાની EXCLUSIVE જાણકારી સામે આવી છે. બન્ને ઉમેદવારોએ પોતાની ઇચ્છાથી નહીં પરંતુ પક્ષની સૂચના પ્રમાણે આ બન્ને ઉમેદવારોએ પોસ્ટ કરી અને ઉમેદવારી પાછી ખેંચી હતી. વડોદરા, સાબરકાંઠાના ઉમેદવારોએ સૂચના આ મોટો નિર્ણય કર્યો હતો. વિરોધ-વિવાદની વચ્ચે ચૂંટણી ના લડવાની આ બન્ને ઉમેદવારોએ જાહેરાત કરી હતી. ગઈકાલે જ આ બંને ઉમેદવારોને પક્ષ તરફથી સૂચના આપવામાં આવી હતી, અને તે પ્રમાણે આજે વડોદરા બાદ સાબરકાંઠા બેઠક પરથી બન્ને ઉમેદવારોએ વારાફરતી સોશ્યલ મીડિયા પરથી ઉમેદવારી પાછી ખેંચતી પૉસ્ટ કરી હતી.
આજે સાંજે ભાજપની દિલ્હીમાં હાઇ કમાન્ડની બેઠક મળશે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આજે સાંજ ગુજરાતના બાકીના ઉમેદવારોના નામની સાથે આ બન્ને બેઠકો માટે પણ ઉમેદવારો નક્કી થશે. બાકીની ચારની સાથે વડોદરા, સાંબરકાંઠાના ઉમેદવારો મુદ્દે ચર્ચા થશે.