શોધખોળ કરો

Lok Sabha: જુનાગઢમાં ભાજપે નોંધાવી આચાર સંહિતા ભંગની ફરિયાદ, કોંગ્રેસ-INDIA ગઠબંધને સભા કરીને નિયમો ભંગ કર્યાનો લાગ્યો આરોપ

લોકસભા ચૂંટણીમાં જુનાગઢમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદ નોંધાઇ છે. જુનાગઢમો કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની વાત ભાજપ કરી રહ્યું છે

Election Code Of Conduct: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો  છે. ભાજપ અને કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં પુરજોશમાં પ્રચારમાં ઉતર્યા છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે હવે જુનાગઢથી ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદની ઘટના સામે આવી છે.

લોકસભા ચૂંટણીમાં જુનાગઢમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદ નોંધાઇ છે. જુનાગઢમો કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની વાત ભાજપ કરી રહ્યું છે, આ અંગે ભાજપે ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદ પણ કરી છે. જુનાગઢમાં કોંગ્રેસ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. ભાજપે ચૂંટણી અધિકારીને કોંગ્રેસ વિરૂદ્ધ પત્ર લખીને આની ફરિયાદ નોંધાવી છે. જુનાગઢના વંથલીમાં કોંગ્રેસ અને INDIA ગઠબંધને એક જંગી સભાનું આયોજન કર્યુ હતુ, હાલમાં સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ છે, ત્યારે આ પ્રકારના આયોજનને લઇને સવાલો ઉઠ્યા છે. આ સભામાં પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા પણ હાજર રહ્યાં હતા. જવાબદાર સામે પગલા લેવાની ભાજપે માંગ કરી છે. વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના લેટર પેડથી આ પત્ર લખાયો છે. 

સાબરકાંઠામાં 'પત્રિકા વૉર', ભાજપના ભીખાજી ઠાકોરે અટક બદલી ? ડામોરમાંથી ઠાકોર થયાની વાતને લઇને વિરોધ

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે. 

સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. 

ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.

સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી 

BJP Sabarkantha: સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ વકર્યો, ડામોરમાંથી ઠાકોર થયાની ચર્ચા

સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો - 
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget