Congress: આજે આવશે કોંગ્રેસની બીજી યાદી, ગુજરાતના 8 થી 10 ઉમેદવારોના નામની થઇ શકે છે જાહેરાત, સાંજે CECની બેઠક
દેશભરમાં લોકસભાની ગણગણાટ શરૂ થઇ ગયો છે, ભાજપ અને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી દીધી છે
Congress CEC Meeting: દેશભરમાં લોકસભાની ગણગણાટ શરૂ થઇ ગયો છે, ભાજપ અને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી દીધી છે, હવે ટુંક સમયમાં બન્ને પક્ષો પોતાની બીજી યાદી પણ જાહેર કરશે, ત્યારે સમાચાર છે કે, આજે કોંગ્રેસની સીઇસીની બેઠક મળવાની છે. કહેવાઇ રહ્યું છે આ બેઠક બાદ કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે, આ યાદીમાં ગુજરાત કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોના નામે આવી શકે છે.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે હવે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારી રહ્યાં છે. ગઇકાલે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે, જોકે, કોંગ્રેસ સાથે ગઠબંધન રાજ્યમાં ક્યાય કર્યુ નથી. આજે કોંગ્રેસની સીઇસીની બેઠક મળવાની છે. આજે દિલ્હીમાં આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક મળશે. આજે સાંજે 6 કલાકે કોંગ્રેસની CECની બેઠક મળશે. બેઠક બાદ આજે રાત્રે અથવા આવતીકાલે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરશે. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે. સુત્રો અનુસાર, ગુજરાતની 8 થી 12 જેટલી બેઠકોના ઉમેદવારો જાહેર થઇ શકે છે.
ભાજપની બીજી યાદીમાં આ બે બેઠકો પર મહિલા ઉમેદવારો કપાશે, જાણો પુરુષોમાં કોણ છે રેસમાં આગળ ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, તો કોંગ્રેસે પણ પોતાની પ્રથમ યાદીમાં જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા. જોકે, ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં 26 બેઠકોમાંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ ગુજરાતના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે ચર્ચા છે કે, ભાજપ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં 11 ઉમેદવારોના નામ આવી શકે છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ભાજપ પોતાની આજે બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થઇ શકે છે. આજે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ હશે, પરંતુ આમાં સૌથી મોટુ ટ્વીસ્ટ્સ આવી શકે છે મહિલા ઉમેદવારોને લઇને કેમકે સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, ભાજપ રાજ્યમાં મહેસાણા અને સુરતથી મહિલાઓના સ્થાને પુરૂષ ઉમેદવારોને મેદાનમા ઉતારી શકે છે. મહેસાણા અને સુરત બેઠકો છોડીને અન્ય બેઠકો ભાજપ મહિલા ઉમેદવારો ઉતારી શકે છે. જો આમ થશે તો મહેસાણાથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો રજની પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, અને સુરતથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો મુકેશ દલાલનું નામ પણ લગભઘ નક્કી છે.