Congress: કોંગ્રેસના વધુ એક પૂર્વ MLAએ કર્યા કેસરિયાં, NCPમાં પણ ભંગાણ, આજે હજારો કાર્યકરો ભાજપમાં જોડાશે
લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસ તુટી છે, આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથે છોડ્યો છે અને કમળ સાથે જોડાયા છે

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે, રાજકીય પક્ષો પોતાના પક્ષને વધુન વધુ મજબૂત બનાવવા મેદાન પર ઉતર્યા છે. ત્યારે ભાજપ ગુજરાતમાં વધુ વધુ મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે કેસરિયા કર્યા છે. સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે.
લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસ તુટી છે, આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથે છોડ્યો છે અને કમળ સાથે જોડાયા છે. આજે ગુજરાત કોંગ્રેસ અને NCPને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ MLA નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિરંજન પટેલને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા છે. નિરંજન પટેલ પેટલાદના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસ પાર્ટીના કદ્દાવર નેતા પણ છે, નિરંજન પટેલ 6 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આની સાથે સાથે ગુજરાતમા એનસીપીમાં પણ ભંગાણ સર્જાયુ છે, NCPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલના સમર્થકો ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ તમામ કેસરિયો ખેસ પહેરશે.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ, ચૈતર વસાવા કાર્યકરો સાથે જોડાશે, અહીં થશે રાત્રિ રાકોણ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા ફરી રહી છે, આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે, અને આજે રાહુલ ગાંધી છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરો સાથે ફરશે, આ દરમિયાન કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા પણ આ ન્યાય યાત્રામાં જોડાશે. આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે. આજે છોટા ઉદેપુરથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. આ પછી છોટા ઉદેપુર, ભરૂચ જિલ્લામાં આ ન્યાય યાત્રા ફરશે. AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ન્યાય યાત્રામાં જોડાયા છે. આજે ભરૂચથી AAPના ઉમેદવાર ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાશે. નેત્રંગથી કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાશે. આજે ભરૂચ, ઝંખવાવમાં રાહુલ ગાંધી એક ખાસ કોર્નર મીટિંગ પણ કરશે, આ ઉપરાંત રાહુલ ગાંધી હરસિદ્ધી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. આ તમામ કાર્યક્રમ પુરો થયા બાદ માલદા ફાટક ચાર રસ્તા પર રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
