LokSabha: ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે, માતાના મઢે દર્શન કરીને કચ્છમાં કરશે પ્રચંડ પ્રચાર
આજથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે જશે, અહીંથી તેઓ ભાજપનું મેગા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ગુજરાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચશે, અહીંથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી કરશે, આ ઉપરાંત માતાના મઢના દર્શન પણ કરશે.
આજથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે જશે, અહીંથી તેઓ ભાજપનું મેગા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે છે, અહીં કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કરશે, આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવશે, આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવશે. માતાજીના દર્શન કરીને મુખ્યમંત્રી પ્રચારની સાથે સાથે રાજ્યની શાંતિ અને સલામતી માટે પણ પ્રાર્થના કરશે.
'રાહુલ ગાંધી ખુદ એક જુમલા હૈં.....', WWE રેસલર ધ ગ્રેટ ખલીએ રાહુલ પર તાક્યુ નિશાન, પીએમ મોદીની કરી પ્રસંશા
"ધ ગ્રેટ ખલી" ઉર્ફે દલીપસિંહ રાણા, જેણે વિશ્વભરના કુસ્તીબાજોને WWE સ્ટેજ પર હરાવ્યા હતા, તેણે પણ ભાજપ વતી ચૂંટણી મેદાનમાં લીડ લીધી છે. રવિવારે (22 એપ્રિલ) રાજસ્થાનના બાડમેરમાં પ્રચાર કરવા આવેલા ખલીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ખુદ એક જુમલો બની ગયા છે. જાણીતા રેસલર અને બીજેપી નેતા દલીપસિંહ રાણાએ પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ શું કર્યું છે તે અમીરોને સમજાશે નહીં.
ખલી બોલ્યો- કોંગ્રેસ નેતાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે ત્યારે તેમને.....
ધ ગ્રેટ ખલીએ કહ્યું કે અમીર અને કોંગ્રેસના નેતાઓ માત્ર એવું જ વિચારે છે કે પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર થશે, તો જ તેઓ સ્વીકારશે કે કામ થઈ ગયું છે. પીએમ મોદીએ એવું કામ કર્યું જેના વિશે લોકોએ વિચાર્યું પણ નહીં હોય. ગામની મહિલાઓ શૌચાલય જવા માટે અંધારું થવાની રાહ જોતી. મહિલાઓને સન્માનજનક સ્થાન મળ્યું છે. સ્ટવ પર રસોઈ કરતી મહિલાઓને ગેસ સિલિન્ડર મળ્યા છે. તેમણે કહ્યું કે લોકોને જનધન ખાતામાંથી સીધા પૈસા મળી રહ્યા છે. અગાઉની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા ખલીએ કહ્યું કે કેન્દ્ર તરફથી 100 રૂપિયા મોકલવામાં આવ્યા હતા, પરંતુ 20 રૂપિયા પણ લોકો સુધી પહોંચ્યા નથી. રસ્તાઓ બનાવતા પહેલા તૂટી જતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પીએમ મોદીએ જે કર્યું છે તે ફક્ત તે વ્યક્તિ કરી શકે છે જેણે ગરીબી જોઈ હોય. અમીર પરિવારના લોકો ગરીબોની સમસ્યાઓ સમજી શકતા નથી.
'રાહુલ ગાંધી ખુદ એક 'જુમલો' છે'
પીએમ મોદીની ગેરંટીને 'જુમલા' ગણાવનારા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા ખલીએ કહ્યું કે રાહુલ ગાંધી ખુદ એક મોટો 'જુમલા' બની ગયા છે, તેમને ખબર નથી કે શું કરવું, કારણ કે તેઓ ઘણી વખત નિષ્ફળ ગયા છે. તેથી તે પણ રેસમાંથી બહાર છે. તેમણે પાર્ટીની કમાન મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
