શોધખોળ કરો

Lok Sabha: સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, વિરોધ કરવા જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો, આક્રોશની તસવીર

સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે

Lok Sabha Election 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહ ઝાલાએ એક પત્ર લખીને ઉમેદવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો, આ પછી બન્ને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે. અહીં હાલમાં શોભના બારૈયાની ઉમેદવારીનો જોરદાર વિરોધ નોંધવવામાં આવ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, શોભના બારૈયા ભાજપની કાર્યકર નથી, તેમને પક્ષ માટે કામ નથી કર્યું.

આજે વહેલી સવારથી જ ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. શોભના બારૈયાની ઉમેદવારીને લઇને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાયો છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયાં છે, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા અહીં પહોંચ્યા હતા. આ પછી જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક પણ કરી હતી. ખાસ વાત છે કે શોભના બારૈયાની ઉમેદવારી બાદ સોશલ મીડિયાની પૉસ્ટ અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં શોભના બારૈયાને પક્ષના કાર્યકર્તા ના હોવાનું બતાવવામાં આવ્યું હતુ. વિરોધ કરનારા કાર્યકરોનું કહેવું છે કે, અમે 25 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યાં છીએ, અને પક્ષે મૂળ કોંગ્રેસી નેતાની પત્નીને સાબરકાંઠા બેઠક પર ટિકીટ આપી છે. ભાજપ કાર્યકરોને ભૂલી ગઇ છે.

સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઇને ફરીથી વિવાદ, કાર્યકર ના હોવા છતાં ટિકીટ અપાતા તા.પં.ના સભ્યએ લખ્યો પત્ર

સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી હતી, ભીખાજીની અટકને લઇને વિવાદ થતાં ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાને ટિકીટ આપી હતી. જોકે, હવે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.

સાબરકાંઠામા ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં ઉમેદવારને લઈને જિલ્લામાં વિરોધ યથાવત છે. ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કર્યા છતા વિરોધ યથાવત છે. હાલમાં હિંમતનગર તા.પં.ના સભ્ય જિતેન્દ્રસિંહએ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને નવા ઉમેદવારને લઇને વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ના હોવા છતા ટિકિટ અપાઇ છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ આખો વિરોધ શરૂ થયો છે.

જિતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઇ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માગ ઉઠી છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ કેમ અપાઇ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે. કૌશલ્યાકુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકીટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ નથી કર્યા. 

સાબરકાંઠામાં શરૂ થયેલા પત્રિકા વૉર પર શું બોલ્યા ભીખાજી ઠાકોર - 
ભાજપના અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પત્રિકા વૉર બાદ પોતાની સ્પષ્ટતા કરી છે, તેમને કહ્યું કે, હું ભાજપમાં જ છું, ઉમેદવાર બદલાતા હાલમાં બેઠક પર કાર્યકર્તાઓમાં રોષ છે. હું કાર્યકર્તાઓને સમજાવીશ. કાર્યકર્તાઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરીશ. શોભનાબેનને ઉમેદવાર જાહેર કરાતા કાર્યકરો અસમંજસમાં છે. ભીખાજી ઠાકોરે દાવો કર્યો છે કે મારા વિરોધીઓએ આ પૉસ્ટ મુકી છે. 

4 જુનના રોજ પરિણામ આવશે

  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 3: 7 મે 2024 મતદાન
  • તબક્કો 4: 13 મે 2024 મતદાન
  • તબક્કો 5: 20 મે 2024 મતદાન
  • તબક્કો 6: 25 મે 2024 મતદાન
  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 

લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget