Congress Third List: કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ તૈયાર, આ તારીખે કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ હતી
![Congress Third List: કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ તૈયાર, આ તારીખે કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક Lok Sabha Gujarat List: Third Congress Candidate list will be come out after Congress Central Election Committee will be held on the 15th March, 2024 Congress Third List: કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ તૈયાર, આ તારીખે કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/e283b9413bbdd023742335b808b70d89171030449034277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Gujarat Third List: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ હતી, અને ગઇ રાત્રે કોંગ્રેસે 43 ઉમેદવારોની પોતાની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારો જાહેર કરાયા છે. હવે સમાચાર છે કે, કોંગ્રેસ બહુ જલદી ત્રીજી યાદી પણ જાહેર કરી શકે છે. આ માટે કોંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના બાકીના ઉમેદવારોના નામ સામેલ હશે.
ગુજરાતમાં કોંગ્રેસે ગઇ રાત્રે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે, આ લિસ્ટમાં 43 ઉમેદવારોના નામો હતા, જેમાં ગુજરાતમાં કોંગ્રેસે 7 નામોની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં બે વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યોને કોંગ્રેસે ટિકીટ આપી છે, જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને વલસાડથી અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પાર્ટીએ લોકસભા ટિકીટ આપી છે. જોકે, હવે કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ તૈયાર છે, આગામી 15 માર્ચે ફરી એકવાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ગુજરાતમાં બાકી રહેલી લોકસભા બેઠકો પરના નામો અંગે ચર્ચા અને મંથન થશે, આ પછી ત્રીજી યાદી આવી શકે છે.
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી-નિતેષ લાલણ
આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારો
છિંદવાડા- નકુલનાથ
ભીંડ- ફૂલસિંહ બરૈયા
ટીકમગઢ- પંકજ અહિરવાર
સતના- સિદ્ધાર્થ કુશવાહા
ડાયરેક્ટ - કમલેશ્વર પટેલ
મંડલા - ઓમકાર સિંહ મરકામ
દેવાસ - રાજેન્દ્ર માલવિયા
એજ - રાધેશ્યામ મુવેલ
ખરગોન - પોરલાલ ખરતે
બેતુલ - રામુ ટેકમ
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી-નિતેષ લાલણ
પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા
અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.
3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ
બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)