Lok Sabha: ત્રીજી યાદીમાં કોંગ્રેસ ગુજરાતના 18 ઉમેદવારોના નામ કરશે જાહેર, આજે સાંજે દિલ્હીમાં CECની બેઠક
ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરી રહી છે, પરંતુ સીનિયર નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની ચોખ્ખી ના પડતા પાર્ટી નવા ઉમેદવારો માટે મંથન કરી રહી છે
Lok Sabha: લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે, તમામ રાજકીયો પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે યાદી તૈયાર કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે કમર કરવાનું શરૂ કર્યુ છે. સુત્રો અનુસાર, આજે અથવા આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં ગુજરાતના 18 ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે.
ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરી રહી છે, પરંતુ સીનિયર નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની ચોખ્ખી ના પડતા પાર્ટી નવા ઉમેદવારો માટે મંથન કરી રહી છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ એક બે દિવસમાં ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આજે સાંજ દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક મળશે, આ બેઠકમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ અંગે મંથન કરશે. ખાસ વાત છે કે, આ બેઠકમાં ગુજરાતના 18 ઉમેદવારોના નામ અંગે મંથન થશે. આ ઉપરાંત કોંગ્રેસની CEC બેઠકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારો અંગે પણ ચર્ચા થશે.
ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ
લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતાના ઉમેદવારો માટે મંથન કરી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે આપ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યુ છે, તો વળી, ભાજપ તમામ 26 બેઠકો એકલા હાથે કબજે કરવા તૈયાર છે. કોંગ્રેસ ગુજરાતમાં બીજી યાદીમાં 7 નામો જાહેર કર્યા હતા, હવે આજે અથવા તો કાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે, જેમાં આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મૉડમાં છે, પ્રથમ બે યાદી બાદ હવે ત્રીજી યાદી તૈયાર છે. આજે અથવા તો આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આ વખતે લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી શકે છે. આ વખતે આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ છે. કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા અમિત ચાવડા તૈયાર થયા છે. ખાસ વાત છે કે, આણંદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર થયા છે. આણંદ બેઠક પર પહેલાથી જ ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.
અમિત ચાવડાની રાજકીય કેરિયર
અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો હતો, તેઓ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. સૌથી પહેલા NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય રહ્યા, આ પછી 2004 અને 2007માં તેઓ બોરસદ વિધાનસભામાંથી જીત્યા અને બાદમાં 2012, 2017 અને 2022માં ફરી એકવાર આંકલાવ વિધાનસભા જીત્યા છે. 2018માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. હાલમાં તેઓને 2023થી ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.