લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર: પુનઃમૂલ્યાંકન માટે આ તારીખ સુધી કરી શકાશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
તારીખ 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ (માર્ક્સ) લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે આ અંગેની જાહેરાત 06 ઓગસ્ટ, 2025ના રોજ કરી છે.

Lokrakshak Cadre Exam Result 2025: લોકરક્ષક ભરતી બોર્ડે 15 જૂન, 2025ના રોજ યોજાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો હવે પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે. જો કોઈ ઉમેદવારને પોતાના ગુણનું પુનઃમૂલ્યાંકન (રીચેકિંગ) કરાવવું હોય, તો તેઓ 400 રૂપિયાની ફી ભરીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. આ અંગેની વધુ વિગતો બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની ભરતી માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તારીખ 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ (માર્ક્સ) લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે આ અંગેની જાહેરાત 06 ઓગસ્ટ, 2025ના રોજ કરી છે.
તા.૧ ૫/૦૬/૨ ૦૨ ૫ નારોજ લેવામાાં આવેલ લેખિત પરીક્ષામાાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગણુ જોવા માટે અહીં કલીક કરો....
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ માટે ઉમેદવારોએ પોતાની ઓળખની વિગતો દાખલ કરવાની રહેશે.
ગુણ ચકાસણી (રીચેકિંગ) માટેની પ્રક્રિયા:
લોકરક્ષક ભરતી નિયમો, 2024 (નિયમ નંબર 20) અનુસાર, જો કોઈ ઉમેદવારને પોતાના ગુણ અંગે કોઈ શંકા હોય અથવા તો તેમને એવું લાગતું હોય કે તેમના ગુણનું મૂલ્યાંકન યોગ્ય રીતે થયું નથી, તો તેઓ ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ માટે અરજી કરી શકે છે.
આ માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:
- અરજી માટેની સમયમર્યાદા: ઉમેદવારો 11 થી 15 ઓગસ્ટ, 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ સમયગાળા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- ફી: રીચેકિંગ માટેની ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફી "CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD"ના નામે ગાંધીનગર ખાતેના બેંકમાં ભરી શકાય તેવો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) બનાવીને અરજી સાથે મોકલવાનો રહેશે.
- અરજી મોકલવાનું સરનામું: ઉમેદવારોએ ભરેલું અરજીપત્રક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને કોલ લેટરની ઝેરોક્ષ નકલ સાથે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલા નંબર: ગ-12, સરિતા ઉપવનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર -382009ના સરનામે મોકલવાનું રહેશે.
- અરજીમાં જરૂરી વિગતો: અરજીપત્રકમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને મોબાઈલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે.
મહત્વપૂર્ણ સૂચના
- પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં CCTV રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવારે કોઈ ગેરરીતિ કરી હશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.
- જો કોઈ ઉમેદવારે આ ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરી હોવાનું સાબિત થશે, તો તેની ઉમેદવારી રદ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
- ભરતી બોર્ડ દ્વારા લેવાયેલા કોઈપણ નિર્ણયને તમામ ઉમેદવારોએ માન્ય રાખવો પડશે.





















