Banaskantha: શ્રદ્ધાળુઓ ભરેલી અંબાજી જતી બસ પલટી જતા 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત, પથ્થરને ટકરાતા બસનું છાપરું ઉડી ગયું
બનાસકાંઠા: અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.
બનાસકાંઠા: અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું.
લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે રીફર કરાયા હતા.
રાજકોટમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોના કારણે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લીધી હતી. જેને લઈ લોકો વિફર્યા હતા અને સિટી બસમાં તોડફોડ કરી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક ઘટના બની હતી.
થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં પાલિકાના ડમ્પર દ્વારા 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. અલથાણ વિસ્તારમાં મનપા સંચાલિત ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર ચલાવી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિષ્ના શૈલેષ બટાકાવાળાને અડફેટે લીધી હતી. વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીએ ચીસો પાડતા આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વિદ્યાર્થીનીની માતાએ ડમ્પર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોરબંદરમાં અવાર નવાર રખડતા પશુઓ અને ભૂંડ તેમજ શ્વાન આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના ત્રણ માઇલ નજીક નેવીના ગેટ નજીક એક બાઈકચાલક યુવાન આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં અવાર નવાર રઝળતા ઢોર આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તો રઝળતા ઢોર બાદ શ્વાન અને ભુડ આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના છાયા ચોકી નજીક રહેતા ટભાભાઈ કાનાભાઈ મોરી નામનો યુવાન તેમના ઘરેથી ત્રણ માઇલ નજીક નેવીના ક્વાર્ટરમાં નોકરી કરવા બાઇક લઇને જતો હતો ત્યારે નેવીના ગેટ નજીક આ યુવાનના બાઇક આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.