જૂનાગઢ ગાદી વિવાદને લઈ મહંત મહેશગીરીની હકાલપટ્ટી, પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદે લીધો નિર્ણય
જૂનાગઢની ગાદી વિવાદને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂના અખાડા પરિષદે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે.
જૂનાગઢ: જૂનાગઢની ગાદી વિવાદને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂના અખાડા પરિષદે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય કરતા મહેશગીરી બાપુને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા છે.
કુંભમેળામાં પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો
ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. કુંભમેળામાં પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેશગિરી બાપુનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. મહાદેવગિરી બાપુએ હજુ કોઈ જાણ ન હોવાનો બચાવ કર્યો હતો.
મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થયો હતો. સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો હતો. ભવનાથના મહંતનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. મહેશગીરી બાપુએ મંદિરના હક માટેના સહી સિક્કા કરાવ્યાનો આરોપ લાગ્યો હતો.
તનસુખગીરીના શિષ્ય કિશોર અને યોગેશે મહેશગીરી સામે હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો. તનસુખ ગીરી પાસેથી હોસ્પિટલમાં જ મહેશગીરીએ સહી સિક્કા કરાવી લીધા હોવાનો આરોપ તેમના શિષ્યોએ લગાવ્યા હતા.
કિશોરભાઈના આરોપો બાદ મહેશગીરી બાપુએ જે તે સમયે જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્ હતું કે, મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા કહ્યું હતું. સહી, સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે. મારો એક જ ધ્યેય ગિરનાર અને ભવનાથને બચાવાનો છે.
મહંત મહેશગીરીએ હરિગીરી સામે અખાડામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું અને ભવનાથ મંદિર કબજે કરવા કોને કેટલા રૂપિયા આપ્યા તેવો પત્ર રજૂ કરતા વિવાદ વધુ વકર્યો હતો. વિવાદ વધતા કલેકટરે વહીવટદારની નિમણૂંક કરી હતી. બીજીતરફ બ્રહ્મલીન મહંત તનસુખગીરીજીના પરિવારજનોએ પરંપરા અને વારસાગત રીતે ગાદી પરંપરા જળવાઈ રહે તેવી માંગ કરી હતી.
મહંત મહેશગીરીએ કહ્યું કહ્યું હતું કે, ‘ભવનાથના મહંત બનવા હરીગીરીએ કુલ આઠ કરોડ આપ્યાનો શ્રી પંચ દશનામ જુના અખાડાના પત્રમાં ઉલ્લેખ છે. સાથે જ હરીગીરીએ અખાડાના કરોડો રૂપિયાની હેરાફેરી કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.’ મહેશગીરીએ કહ્યું હતું કે ‘હરિગીરી ગીરનાર અને ભવનાથ છોડી દે નહિતર હજુ વધુ કૌભાંડ બહાર પાડીશ.