(Source: ECI/ABP News/ABP Majha)
Mahisagar : ભાજપના નેતા-પત્નીની હત્યા કેસમાં આરોપીની ધરપકડ, કેમ કરી હત્યા?
Bjpના કારોબારી સભ્ય ત્રિભુવનદાસ અને તેમની પત્નીની ગત 5 ઓગસ્ટના રોજ તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યારાને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સહીત sog lcb ટીમ કામે લાગી હતી.
મહીસાગરઃ લુણાવાડા તાલુકાના ગોલ્લાનાં પલ્લા ગામે bjp નેતા અને તેમના પત્નીના હત્યા મામલે ભીખાભાઇ પટેલ નામના ઈસમની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે. હત્યા નાણાંની લેતી દેતી મામાલે થઇ હોવાની પ્રાર્થમિક વિગતો સામે આવી છે. ઝડપાયેલ હત્યારો ભીખાભાઇ પટેલ ત્રિભુવનદાસ પંચાલના ખાસ મિત્ર હોવાની હકીકત સામે આવી છે.
Bjpના કારોબારી સભ્ય ત્રિભુવનદાસ અને તેમની પત્નીની ગત 5 ઓગસ્ટના રોજ તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યારાને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સહીત sog lcb ટીમ કામે લાગી હતી. ગુજરાત ભાજપના નેતા અને તેની પત્નીની હત્યા થઈ જતા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા કરવામાં આવી હતી. ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચ્યાં હતા. લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાજપના નેતાની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી. જ્યારે તેમના પત્નીની ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેમના પત્નીની પણ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે, લગભગ સવારે 8.30 વાગ્યે માહિતી મળી હતી. ગુનેગારોને સજા થાય તેવો પ્રયત્ન કરીશું. આ ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે.