Civil defence mock drill : આવતીકાલે ગુજરાતના 18 જિલ્લામાં સુરક્ષાને લઈ મોકડ્રીલ યોજાશે
ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે ગુંજી ઉઠશે સાયરનના અવાજથી. ભારત સરકારે આવતીકાલે ગુજરાતના 18 સહિત દેશના 244 શહેરોમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે. જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોકડ્રિલને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ.. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકાં અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સવિચ જયંતિ રવિ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડિજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. આવતીકાલે સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, જામનગર, ભૂજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા,નર્મદા અને નવસારીમાં મોકડ્રિલ યોજાશે.. આ મોકડ્રિલમાં હુમલાના કિસ્સામાં બચાવવા માટે લોકો અને વિદ્યાર્થીઓને તાલિમ અપાશે.. ક્રેશ બ્લેક આઉટ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારી, વિસ્તાર ખાલી કરાવવાની યોજનાને અપડેટ કરવી અને તેનો અભ્યાસ કરવો સહિતની કામગીરી કરવામાં આવશે..



















