Mahisagar: લુણાવાડામાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવાયા, ઉંચા અવાજથી દર્દીઓ અને વિદ્યાર્થીઓ થતાં હતા હેરાન
Mahisagar News: છેલ્લા કેટલાક સમયથી મહિસાગરના લુણાવાડામાં મસ્જિદના લાઉડ સ્પીકરના અવાજને લઇને વિવાદ થઇ રહ્યો હતો

Mahisagar News: મહિસાગરમાંથી એક મોટી ખબર સામે આવી છે. જિલ્લાના લુણાવાડામાંથી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. લાઉડ સ્પીકરના ઉંચા અવાજથી નજીકની હૉસ્પીટલ અને સ્કૂલોમાં ખલેલ પહોંચતી હોવાથી આ એક્શન લેવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી મહિસાગરના લુણાવાડામાં મસ્જિદના લાઉડ સ્પીકરના અવાજને લઇને વિવાદ થઇ રહ્યો હતો. હવે તંત્રએ મોટી એક્શન લેતા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર જ હટાવી લીધા છે. માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડામાં આવેલી મેહરુન્નિશા મસ્જિદ પર છેલ્લા કેટલાય સમયથી એકથી વધુ લાઉડ સ્પીકર હતા જેના કારણે નમાઝ દરમિયાન અવરોધ ઉભો થતો હતો. મસ્જિદની આસપાસ શાળા, હૉસ્પિટલ અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી પાંચ ટાઈમ નમાઝ દરમિયાન દર્દીઓ, વિદ્યાર્થીઓ અને રહીશોને ખલેલ હતી, જેને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર કાર્યવાહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કરી છે.
આ પણ વાંચો
અમદાવાદના કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજનું થશે નવીનીકરણ, મુખ્યમંત્રીએ ફાળવ્યા ૨૨૦ કરોડ





















