Mansa Election Results: અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો સપાટો, 28માંથી 27 બેઠકો સાથે થઇ ભવ્ય જીત
Mansa Election Results: ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. અહીં ભાજપને પૂર્ણ બહુમતી સાથે 28માંથી 27 બેઠકો ભાજપને ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે

Mansa Election Results: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપે 68માંથી 58 નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો છે. આમાં ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. અમિત શાહના મતવિસ્તાર અને વતન માણસામાં ભાજપની જીતની ખુશી સાતમા આસામને છે. માણસા નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. અહીં ભાજપને પૂર્ણ બહુમતી સાથે 28માંથી 27 બેઠકો ભાજપને ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. માણસામાં વોર્ડ નંબર 1,2,4,5,6 અને 7માં ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર વોર્ડ નંબર 3માં કોંગ્રેસનો એક ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા જીતને વધાવવામાં આવી છે. ગુલાલ ઉડાડી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી છે. વર્ષ 1995થી માણસા નગરપાલિકા ઉપર બીજેપીનું શાસન છે અને હજુપણ આવનાર પાંચ વર્ષ બીજેપી શાસન મેળવ્યું છે.
માણસા વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ વિજયી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર ઠાકોર અને જ્યોત્સના વાઘેલા જીત્યા હતા. માણસા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી થતાં કાર્યકરો ખુશ થયા હતા. તો ભાજપ ઉમેદવાર દક્ષા પટેલ અને મુકેશ પટેલની જીત થતાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. માણસામાં વોર્ડ નંબર- 2માં ભાજપની પેનલજી જીત હતી. તો આ તરફ, માણસા નગર પાલિકા વોર્ડ નંબર-૩માં ભાજપની પેનલ ન બની. અહીં વોર્ડ નંબર-3માં 3 બેઠક ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. જેના કારણે થોડી ઉદાસી જોવા મળી હતી.
માણસા નગરપાલિકાના ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું જેમાં ૩૫ મતદાન કેન્દ્રો ઉપર શહેરના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ૬૪ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કર્યું હતું, દિવસ દરમિયાન એક મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે ઇવીએમ ખોટવાયુ હતું તે સિવાય તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું.
આ પણ વાંચો
Songadh Election: સોનગઢ નગરપાલિકામાં ભાજપનો કબ્જો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
