Songadh Election: સોનગઢ નગરપાલિકામાં ભાજપનો કબ્જો, 28માંથી 16 બેઠકો પર લહેરાવ્યો ભગવો
Songadh Election: સોનગઢ નગરપાલિકામાં ભાજપે કબ્જો જમાવી લીધા છે. સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો પૈકી 16 બેઠક પર ભાજપનો વિજય થયો છે

Songadh Election: આજે સવારે મતગણતરી શરૂ થઇ ચૂકી છે, ભાજપે તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. અહીં 16 ઉમેદવારોએ જીત મેળવીને પાલિકા પર કબજો જમાવ્યો છે. ખાસ વાત છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી, તો વળી, ભાજપ અને કોંગ્રેસ સહિતના 52 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
તાજા આંકડા પ્રમાણે, મતગણતરી દરમિયાન ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યાં છે. સોનગઢ નગરપાલિકામાં ભાજપે કબ્જો જમાવી લીધા છે. સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો પૈકી 16 બેઠક પર ભાજપનો વિજય થયો છે. સોનગઢ નપામાં વોર્ડ-4માં ભાજપની પેનલનો વિજય થયો છે.
તાપી જિલ્લામાં વ્યારા અને સોનગઢ એમ 2 નગરપાલિકા આવેલી છે. 1995માં સોનગઢ નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી જ લઈને આજ સુધી ભાજપનું શાસન રહ્યું છે. સોનગઢ નગરપાલિકાની 7 વોર્ડની છેલ્લી ચૂંટણી 2018માં યોજાઈ હતી, જેમાં 28 સીટોમાંથી 21 સીટો પર ભાજપે જીત હાસલ કરી હતી અને 7 સીટો કોંગ્રેસને મળી હતી. જેની ટર્મ 2022માં પુર્ણ થઈ હ,તી ત્યારબાદ બે વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું છે. ખાસ વાત છે કે, સોનગઢ નગરના વોટર્સની વાત કરવામાં આવે તો આ વખતે 3722 જેટલા મતદારો વધ્યા છે. જેને લઇ કુલ 23285 મતદારો હતા.
ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ હતી. બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં હતાં. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાઇ હતી. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતાં.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
