શોધખોળ કરો

ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ

3 ટર્મના નિયમથી પાર્ટીને જ ભયંકર નુકસાન થશે અને સિનિયર કાર્યકરો નારાજ થશે તેવી સાંસદે વ્યક્ત કરી આશંકા; બીજી તરફ આજે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્થાનિક ચૂંટણી: ટિકિટ નિયમો પર ભાજપમાં આંતરિક વિવાદ.
  • મનસુખ વસાવા: ત્રણ ટર્મ નિયમ સામે જાહેરમાં બળવો.
  • ૩ ટર્મ નિયમ: અનુભવી નેતાઓ નિષ્ક્રિય, પક્ષને નુકસાન.
  • ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે.

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ટિકિટ ફાળવણીના નવા નિયમોને લઈને મોટો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ ભાજપના નેતૃત્વ અને ચૂંટણી સમિતિના નિર્ણયો સામે પહેલીવાર ભાજપના જ વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં બળવો પોકાર્યો છે. વસાવાએ આશંકા વ્યક્ત કરી છે કે પાર્ટીએ બનાવેલા આ નવા નિયમોના કારણે ભાજપ જ ભાજપને હરાવશે. આ આંતરિક નારાજગી વચ્ચે, એવી પણ શક્યતા છે કે ભાજપ આજે સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે.

સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) ખાસ કરીને એ નિયમ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે, જેમાં 3 ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત છે. તેમણે સીધો જ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આવા કોઈ જ નિયમો નથી હોતા, તો પછી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ આ નિયમ શા માટે થોપી બેસાડવામાં આવ્યો? વસાવાએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીમાં આ પ્રકારના નિયમો બિલકુલ ન હોવા જોઈએ.

તેમનું માનવું છે કે જો 3 ટર્મ સુધી ચૂંટણી લડનારા અને જીતનારા અનુભવી નેતાઓને ટિકિટ નહીં અપાય, તો તેઓ નિષ્ક્રિય થઈ જશે, જેના પરિણામે પાર્ટીને ભયંકર નુકસાન વેઠવાનો વારો આવશે. વસાવાએ એવો પણ દાવો કર્યો છે કે ટિકિટ ફાળવણીના આ નવા અને કડક નિયમોને કારણે માત્ર કોઈ એક જ વિસ્તારમાં નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરમાં પાર્ટીના સિનિયર અને પાયાના કાર્યકરોમાં ભારે નિરાશા અને નારાજગી ફેલાઈ ગઈ છે.

એક તરફ ટિકિટના નિયમોને લઈને પાર્ટીના દિગ્ગજો નારાજ છે, ત્યારે બીજી તરફ ઉમેદવારોની જાહેરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ આજે સાંજે જ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામો પર ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. આથી, પહેલી યાદીમાં આ બંને ઝોનના ઉમેદવારોના નામ હોવાની પ્રબળ શક્યતા છે. આ અંગે પ્રદેશ કક્ષાએથી ટૂંક સમયમાં જ જિલ્લાઓને ઉમેદવારોના નામની સત્તાવાર જાણ કરવામાં આવશે.

Frequently Asked Questions

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપમાં શું વિવાદ ચાલી રહ્યો છે?

ભાજપમાં ટિકિટ ફાળવણીના નવા નિયમો, ખાસ કરીને 3 ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિયમને લઈને મોટો આંતરિક વિવાદ થયો છે. સાંસદ મનસુખ વસાવાએ આ નિયમ સામે જાહેરમાં બળવો પોકાર્યો છે.

મનસુખ વસાવા કયા નિયમનો વિરોધ કરી રહ્યા છે?

મનસુખ વસાવા 3 ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ ન આપવાના નિયમનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ નિયમ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં લાગુ પડતો નથી, તેથી સ્થાનિક ચૂંટણીઓમાં પણ ન હોવો જોઈએ.

આ નિયમોને કારણે ભાજપને શું નુકસાન થઈ શકે છે?

મનસુખ વસાવા માને છે કે અનુભવી નેતાઓને ટિકિટ નહીં મળે તો તેઓ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે પાર્ટીને ગુજરાતભરમાં નુકસાન થઈ શકે છે. સિનિયર અને પાયાના કાર્યકરોમાં ભારે નિરાશા અને નારાજગી ફેલાઈ ગઈ છે.

ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે જાહેર કરી શકે છે?

ભાજપ આજે સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામ હોવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget