શોધખોળ કરો
Advertisement
અમરેલી પંથકમાં મીની વાવાઝોડું, ભારે પવનના કારણે કુંકાવાવ વડિયાના રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી
અમરેલી-કુકાવાવ અને વડિયા વચ્ચે મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. વડીયાના અનીડા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થયા છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી-કુકાવાવ અને વડિયા વચ્ચે મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. વડીયાના અનીડા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થયા છે. અમરેલી જિલ્લાના કુકાવાવ-વડીયા રોડ પર વૃક્ષ ધરાશાયી થયા છે. ભારે પવન ફૂંકાતા દોડધામ મચીગઈ હતી.
બીજી તરફ અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નેસડી, વાવડી, રાયડી, સરકડિયા, કોદીયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ભાવરડી, નાનુડી, ચતુરી સહિતના ગામોમાં મેઘ મહેર થઈ હતી. આ સાથે જ મીની વાવાઝોડું ફૂંકાયું છે.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમા વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજુલાના હિડોરાણા, ખાખબઇ, કડીયાળી, સતડીયા અને વડ ગામમા વરસાદ પડ્યો હતો. બપોરના સમયે વરસાદનુ આગમન થયું હતું. અસહય ગરમી બાદ વરસાદના આગમનથી વાતાવરણમા ઠંડક પ્રસરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement