Mehsana: ઉંઝા નગર પાલિકામાં ફરી ભાજપ સત્તા ગુમાવશે? આંતરીક રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું
હવે ભાજપ પાસે 15 સદસ્યો જ્યારે અપક્ષ પાસે 21 સદસ્યો છે. ભાજપનુ આંતરિક રાજકારણ ચરમ સીમા પર જતા ફરી પ્રમુખે રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે.
Mehsana News: ઉંઝા નગરપાલિકામાં ભાજપ ફરી સત્તા ગુમાવી શકે છે. ભાજપે મેન્ડેડ આપેલા પ્રમુખે રાજીનામું આપતાં ઉંઝામાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉંઝા નગર પાલિકામાં કુલ 36 સભ્યો છે, જેમાંથી 21 ભાજપ અને 15 અપક્ષના સદસ્યો છે. ભાજપના છ સદસ્યો અપક્ષે હાથ મિલાવ્યો છે. હવે ભાજપ પાસે 15 સદસ્યો જ્યારે અપક્ષ પાસે 21 સદસ્યો છે. ભાજપનુ આંતરિક રાજકારણ ચરમ સીમા પર જતા ફરી પ્રમુખે રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે.
ડિસેમ્બર, 2023માં મહેસાણાની ઉંઝા નગરપાલિકાને આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું હતું. નગર પાલીકાને આ માર્ક મળવાથી વહીવટ પારદર્શક બનશે તેમ જ કર્મચારીઓનું મનોબળ વધશે. ઊંઝા નગર પાલિકાએ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ISO સર્ટિફાઇડ પાલિકા બનતાં શહેરનું ગૌરવ વધ્યું છે. ઊંઝા નગર પાલિકાને 6 નવેમ્બર 2023 ના રોજ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. જાહેર ફરિયાદોનો નિકાલ, જન્મ-મૃત્યુના પ્રમાણપત્રોનું સંચાલન અને સંકલિત વિકાસ અને સ્વચ્છતા બાબતે સુચારુ સંચાલન થશે. ISO (ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન ) એ એક સ્વતંત્ર સંસ્થા છે જેમાં વિશ્વભરના લગભગ 160 દેશો સભ્યપદ ધરાવે છે. આ સંસ્થા વ્યવસાયો દ્વારા પ્રદાન કરવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા તપાસે છે અને તેમને પ્રમાણપત્રો (ગુણવત્તા ધોરણો) જારી કરે છે.