શોધખોળ કરો

Monsoon 2025: ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી,હવામાન વિભાગે કરી જાહેરાત

હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.  હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે.

અમદાવાદ:  રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.  હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહેશે. ચોમાસાની સિઝન રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે.  જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.14 ટકા વરસાદ વરસ્યો છે.  જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા સરેરાશ વરસાદ ખાબક્યો છે.  આ તરફ સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 123.26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

ગુજરાતમાં 16 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.  જ્યારે 137 તાલુકા એવા છે જ્યાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો છે.   98 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય

આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં 98 MCM (3431  MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 877  તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં 114 MCM (3992  MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 36  તળાવો, 325  ચેકડેમ અને 31  ડેમ ભરવામાં આવી રહ્યા છે તથા 162  તળાવો, 1104  ચેકડેમ અને 30  ડેમ ભરવામાં આવ્યા છે.

સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી સરદાર સરોવર ડેમ માંથી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી 10 નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલું છે.

ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ 105  કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર 2024 મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ  6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Embed widget