શોધખોળ કરો

Gujarat Weather Update: હવામાન વિભાગનો અનુમાન, આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ તેજ થઇ શકે છે. જેને લઇને કોસ્ટલ વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

Gujarat Weather Update:રાજ્યમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ તેજ થઇ શકે છે. જેને લઇને કોસ્ટલ વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સ્થિતિના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

ભેજના ઉંચા પ્રમાણને લીધે રાજ્યભરમાં આકરા તાપની સાથે અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. . સાત શહેરો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંઘાયો છે. ગઇ કાલની તાપમાનની સ્થિતિ પર નજર કરીએ તો  43.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. .. આકરા તામાનને લીધે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 42.5 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે.

આજથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય થનારા મોનસૂન ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાતા 28થી 30 મે સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની સંભાવના છે.

હવામાનના વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 8 જૂનથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. જેને લઇને રાજ્યભરમાં પ્રિમોન્સપ્લાન મામલે પણ કામગીર થઇ રહી છે. ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને સુરત મહાનગર પાલિકા આ વખતે સજાગ બની છે. આ મુદ્દે  કમિશનરની કડક સૂચના અપાઇ છે. કહ્યું જે પણ વિસ્તારમાં પાણી ભરાશે તેની જવાબદરી ઝોન અધિકારીની રહેશે...ચોમાસામાં પાણી ભરાશે તો  જે તે વિસ્તારના જવાબદાર અધિકારીનો  સામે  કાર્યવાહી કરવામાં આવશે. ઝોનના  અધિકારીએ વરસાદી જાળિયાની સફાઇ થઇ ગયાના પ્રમાણપત્રો મેળવવા પડશે. ઉલ્લેખનિય છે કે, કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ  નિર્ણય લેવાયો હતો.

આકરા તાપના કારણે હિટસ્ટ્રોકના કેસ વધ્યાં

મે મહિનામાં આકરા તાપે કહેર વર્તાવતા  કાળઝાળ ગરમીને લીધે મે મહિનાના 21 દિવસમાં જ ગુજરાતમાં હિટ સ્ટ્રોકના 16 હજાર 376 કેસ નોધાયા છે. રાજ્યભરમાં પ્રતિ દિવસ ગરમીને લગતી બીમારીને લીધે 700 ઈમરજન્સી કેસ આવ્યા છે.

જો કે હવે વાતાવરણમાં પલટો આવતા દેશભરમાં હીટવેવ ખતમ થવાની ભારતીય હવામાન વિભાગની આગાહી કરી છે. .. રાજસ્થાન, પંજાબ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં ઓરેન્જ એલર્ટ શરૂ થયું છે. તો પૂર્વ ભારતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget