Weather Forecast:રાજ્યના આ શહેરોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તાપમાનો પારો 43 ડિગ્રી પાર જવાની ચેતવણી
Weather Forecast: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે પણ ગરમીનું એલર્ટ આપ્યું છે.

Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2થી3 ડીગ્રી ઉંચે જવાના અનુમાન વ્યક્ત કર્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જાય તેવી શક્યતા છે. રાજયમાં અગનવર્ષાની સ્થિતિના કારણે બપોરમાં રસ્તા સૂમસાન જોવા મળે છે. ગઇ કાલે 43.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું. અમરેલી, સુરેંદ્રનગરમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં પણ લોકો આકરા તાપના કારણે અગન વર્ષાનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદમાં આકરી ગરમીનું 2 મે સુધી એલર્ટ આપ્યું છે. 2 મે સુધીમાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
અમદાવાદમાં ભીષણ ગરમીનું એલર્ટ
આજે 43 ડિગ્રી પહોંચશે પારો
28 તારીખે 44 ડિગ્રી
29 તારીખે 44 ડિગ્રી
30 તારીખે 44 ડિગ્રી
1 મેએ 44 ડિગ્રી
2 મેએ 43 ડિગ્રી તાપમાન રહેવું અનુમાન
કયા કેટલું તાપમાન
રાજકોટ-43.9
સુરેંદ્રનગર-43.3
અમરેલી-43.1
ભુજ-42
અમદાવાદ-41.3
ડીસા-40.8
ગાંધીનગર-40.5
ભાવનગર-40.5
વડોદરા-39.8
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, 27 એપ્રિલથી 2 મે, 2025 સુધી, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં તાપમાન 40-44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. જો કે આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવની કોઈ ચેતવણી જાહેર કરી નથી.
9 જિલ્લામાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે
IMD અનુસાર, ગુજરાતમાં ભુજમાં 41 ડિગ્રી, કંડલા (એરપોર્ટ)માં 42, અમરેલીમાં 41, સુરેન્દ્રનગરમાં 43, રાજકોટમાં 43.2 ડિગ્રી, અમદાવાદમાં 42, ડીસામાં 41, ગાંધીનગરમાં 41, વલ્લભવિદ્યાનગરમાં 40, તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે ગત દિવસના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આકરી ગરમી પડી હતી. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.





















