Weather Update: રાજ્યભરમાં અગનવર્ષાની સ્થિતિ, આગામી 2 દિવસ આ શહેરમાં ઓરેન્જ એલર્ટ
કમોસમી વરસાદ બાદ છેલ્લા 2 દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
Weather Update:કમોસમી વરસાદ બાદ છેલ્લા 2 દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદે વિરામ લેવાની સાથે આભમાંથી અગન વર્ષા થતી હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 40થી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે, તાપમાનનો પારો 42 ડિગ્રી 44 ડિગ્રી સુધી જઇ શકે છે. જો કે 2 દિવસ બાદ એટલે કે 13 મે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.
ક્યાં શહેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું
સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંઘાયું છે. તો અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ અને ત્યાર બાદ યેલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં આજનું તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા જોવાઇ રહી છે. કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ હિટવેવની આગાહી કરાવમાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને પોરબંદરમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. અમદાવાદ,વડોદરા, સુરતમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચતા લોકો અગન વર્ષાનો અનુભવ કરી રહ્યાં છે. રાજકોટ, ગાંધીનગર ભાવનગરનુ તાપમાન પર 41 ડિગ્રીએ પહોંચ્યું છએ. તો જૂનાગઢ અને સુરેન્દ્રનગર તાપમાન પણ વધવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. અહીં તાપમાન 43 ડિગ્રીથી પાર જઇ શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ભૂજમાં પણ તાપમાનનો પારો એક ડિગ્રી ઉપર જઇ શકે છે તો સુરત અને આણંદમાં પણ યેલો એલર્ટ જાહેર કર્યું છે. 13 મે બાદ હવાની દિશા બદલાતા તાપમાનમાં આંશિક ઘટાડો થવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં સતત ગરમીમાં વધારો થતાં હિટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે. ગરમીના કારણે ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે.હિટ સ્ટ્રોકના કેસ વધતા જરૂર વિના બપોરે બહાર ન જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી પીતા રહેવા અને ઓઆરએસનો ઉપયોગ કરવાની સલાહ અપાઇ છે. આકરા તાપના કારણે અમદાવામાં પણ હિટસ્ટ્રોકના કેસ વધ્યા છે. અહીં સોલા સિવિલમાં હિટ સ્ટ્રોકના કેસ વધતાં હિટ સ્ટ્રોક વોર્ડમાં 10 નવા બેડ મૂકાયા છે.
જોરદાર પવન, તોફાન, વરસાદ... 'મોચા' આજે રાત્રે ખતરનાક રૂપ ધારણ કરશે! ઝડપથી આગળ વધી રહ્યું છે
Cyclone Mocha Update: બંગાળની ખાડીમાં વાવાઝોડું 'મોચા' હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગલ્ફના દક્ષિણપૂર્વમાં ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આઈએમડીનું કહેવું છે કે બંગાળની ખાડી પરનું ઊંડું દબાણ ચક્રવાતી તોફાન 'મોચા'માં ફેરવાઈ ગયું છે. આજે મધ્યરાત્રિએ તે ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. જેના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.