Gujarat monsoon: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યારે પડશે ધોધમાર વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે.આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જો કે 15 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશ. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #Gujarat
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 10, 2024
DAY 1-4 pic.twitter.com/JDmV7WjOfs
જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
10 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરાનગર હવેલી ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,બોટાદ ,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે.
16 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.