(Source: ECI/ABP News/ABP Majha)
આ તારીખ બાદ ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલ અનુસાર 9થી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Monsoon in Gujarat: રાજ્યના કેટલાક ભાગોમાં આજથી ભારે આંધી વટોળ સાથે વરસાદ (Rain) પડવાની વ્યકત કરાઈ છે આગાહી. આ અનુમાન વ્યકત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલના મતે મુંબઈ અને મહારાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદ (Rain) પડશે. મુંબઈના લો લાઈન વિસ્તારમાં ભારે વરસાદ (Rain)થી જનજીવનને અસર થશે. તો અંબાલાલ પટેલે 9થી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની શક્યતા છે. તો 17થી 19 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે. જ્યારે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાશે અને દેશના મધ્ય ભાગોમાં જમીની વિસ્તારમાં લો પ્રેશર બનશે. આ સ્થિતિ જોતા દેશના ઘણા ભાગોમાં 21 જૂન બાદ ભારે વરસાદ (Rain)ની શક્યતા છે.
દેશના પૂર્વીય ભાગો, મધ્ય ભાગ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ (Rain)ની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Rain)થી પુર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાની વિશિષ્ટ સ્થિતિ ને પગલે દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં અણધાર્યો મુશળધાર વરસાદ (Rain) પડશે. ગુજરાતમાં 21 જૂન બાદ કેટલાક ભાગોમાં ભારે વરસાદ (Rain)ની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
દેશનાં ઘણાં રાજ્યો અત્યારે ભારે ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યાં છે. હીટવેવને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવના કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હાલત ખરાબ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડી શકે છે.
અનેક રાજ્યોમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ (Rain)ને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ પછી પણ તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહે છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો આ સમયે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં 6 જૂને ચોમાસું (Monsoon) આવી ગયું છે. ચોમાસું (Monsoon) હવે રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. 9-10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 જૂન સુધીમાં દિલ્હીમાં ચોમાસું (Monsoon) આવી શકે છે. આ પહેલા દિલ્હીમાં હળવો પ્રી-મોન્સૂન વરસાદ (Rain) થઈ શકે છે, જેના કારણે લોકોને રાહત મળી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં, 24 થી 25 જૂનની આસપાસ રાજધાની લખનૌમાં ચોમાસું (Monsoon) આવી શકે છે, ત્યારબાદ સારો વરસાદ (Rain) થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જૂન સુધીમાં ચોમાસું (Monsoon) રાજસ્થાનમાં પ્રવેશી શકે છે. આ પછી રાજ્યમાં સારો વરસાદ (Rain) પડી શકે છે અને લોકોને ગરમીથી પણ રાહત મળશે.
IMD અનુસાર બિહારમાં 10 થી 12 જૂનની વચ્ચે ચોમાસું (Monsoon) આવી શકે છે. જો ઝારખંડની વાત કરીએ તો અહીં 15 જૂન સુધીમાં ચોમાસું (Monsoon) પાંચ દિવસના વિલંબ સાથે પ્રવેશ કરશે.