શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રૂપાણી સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ ક્યા હોદ્દા પરથી આપ્યું રાજીનામું ?

ગુજરાતની વિજય રુપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા કુંવરજીભાઈ બાવળીયાએ ક્યા હોદ્દા પરથી આપ્યું રાજીનામું ?

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારીમાંથી કુંવરજી બાવળીયા  મુક્ત થયા છે.  3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતું.  એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી.  કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર  નહોતા રહ્યા. 

રુપાણી સરકારમાં મંત્રી કુંવરજી બાવળીયાએ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  પદ પરથી રાજીનામું આપ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ટ્વિટ કરતા કહ્યું, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી અને સ્થાનિક લોકસેવાના કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે રાષ્ટ્રીય સંગઠનને અન્ય ઉચિત સદસ્યને પ્રમુખ પદ પર નિયુક્ત કરવા માટે નમ્ર નિવેદન કરુ છું. 

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર

ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. 

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની વિદાયે ભાજપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા દલસાણિયા મોદીના વિશ્વાસુ મનાતા હતા પણ તેમને હટાવી દેવાયા છે. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે. 
 
મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકરની નિયુક્તિ પર ભીખુભાઈ દલસાણીયાએ પણ ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા છે. ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ કે માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતા સહર્ષ અભિનંદન અને શુભેચ્છા. કેમ કે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી છે. જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ છે. ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Embed widget