Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં માત્ર છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતમાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં માત્ર છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ રહી શકે છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં આજે વરસાદની શક્યતા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નર્મદા,ભરૂચ,સુરત,તાપી,નવસારી,વલસાડ,ડાંગ,દમણ,દાદરાનગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજગીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવો વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મે થી 1 જૂનથી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન આપી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે.
અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્વિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતા છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
ચોમાસુ ટૂંક સમયમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે શુક્રવારે રાજધાની દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પવનની ગતિ આજે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અધિકારીઓને યુદ્ધના ધોરણે ચોમાસા માટે તૈયારી કરવા સૂચના આપી છે. આ સાથે એમસીડીને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.





















