શોધખોળ કરો
Advertisement
ગુજરાતનું નવું નજરાણું: કરોડો રૂપિયાના ખર્ચે મહેસાણામાં બનશે અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ, જાણો વિગત
મહેસાણા: મહેસાણામાં 11 કરોડ રૂપિયાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ કામ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહેસાણામાં મામલતદાર કચેરી પાસે આવેલ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાતનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણામાં બનશે.
સ્ટેડિયમ બનાવવા માટે સરકાર 5 કરોડ રૂપિયા આપશે. જ્યારે 4 કરોડ રૂપિયા 14માં નાણાપંચમાંથી મળશે. તેમજ સ્ટેડિયમમાં 2 કરોડ રૂપિયાની ફ્લડ લાઈટો લગાવવામાં આવશે. મળતી માહિતી મુજબ 24,000 સ્ક્વેર મીટરનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
આ સ્ટેડિયમ મહેસાણામાં સ્થિત મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે. જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઈ શકે તે માટે બનાવવામાં આવશે. આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટડ લાઈટો હશે તથા 3 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઈ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્રકારનું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ વસ્તુ 24 હજાર સ્કેવેર ફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion