શોધખોળ કરો

હીરાબાના અંતિમ સસ્કાર પછી મોદી દિલ્હી પાછા ન ગયા, જાણો ક્યાં રહીને કરશે નિર્ધારીત કાર્યક્રમો

આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખશે. પશ્ચિમ બંગાળમાં આયોજિત કાર્યક્રમોમાં વિડ્યો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જોડાશે.

Heeraben Modi Passed Away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચી હતી. અહીં પીએમ મોદી અને તેમના ભાઈએ માતાને મુખાગ્નિ આપી હતી. હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

જોકે આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખશે. પશ્ચિમ બંગાળમાં આયોજિત કાર્યક્રમોમાં વિડ્યો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જોડાશે. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય ઓફિસ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

કાર્યક્રમ 11-30 કલાકથી બપોરે 1-30 કલાક સુધી નિર્ધારીત કરવામાં આવ્યો છે. પહેલા સમાચાર હતા કે પીએમ મોદી દિલ્હી જવાના હતા પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, પીએમ મોદી હાલ દિલ્હી નહીં જાય અને રાજભવનમાં રહીને નિર્ધારીત કાર્યક્રમમાં ભાગ લેશે. ગાંધીનગરમાં રાજભવનથી પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાશે.

નોંધનીય છે કે, 100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget