Ambaji Mandir: મોહનથાળના પ્રસાદને લઈને ચાલતા વિવાદ મામલે મોહીની કેટરર્સે કર્યો ધડાકો, આ લોકો સામે કરશે બદનક્ષીનો દાવો
બનાસકાંઠા: અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈને શરુ થયોલો વિદા હજુ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદને લઈને મોહીની કેટરર્સે પ્રેસ કોન્ફરન્સ કરી છે.
બનાસકાંઠા: અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈને શરુ થયોલો વિદા હજુ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદને લઈને મોહીની કેટરર્સે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મોહિની કેટર્સે કહ્યું કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે અમે નિર્દોષ છીએ. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે અમારી સાથે છેતરપીંડી કરી છે. નીલકંઠના જતીન શાહ સામે મોહિની કેટરસ દ્વારા અંબાજી પોલીસ મથકે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત મોહિની કેટરર્સ જતીન શાહ પર બદનક્ષીનો દાવો કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મંગાવેલું અમૂલનું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, એ મોહિની કેટરર્સને ખબર નહોતી. મોહિની કેટરર્સે સીલ બંધ પેક ઘીનો જથ્થો મંગાવ્યો હતો. 28 ઓગસ્ટે ફૂડ વિભાગની રૂટીન ચેકિંગની કામગીરી હતી અને જેમાં સાથ સહકાર આપ્યો હતો. ઘીની ડીલેવરી વિથ ઇન્સ્યોરન્સ હોય છે અને તેમાં 500 થી 1000 રૂપિયાનો ફરક પડતો હોય છે. 6 માસ અગાઉ જે વિવાદ થયો હતો એ ટેન્ડરની મુદ્દત પૂરી થવાથી થયો હતો.
ખરીદેલ ઘી ના તમામ બિલ અને જીએસટી બિલથી ખરીદેલું છે. સાબર ડેરી અને અમારી વચ્ચે કોઈ વ્યવહાર થયો નથી એટલે અમારી ઉપર ફરિયાદ કરી શકતા જ નથી. અમારે ઘીનો વ્યવહાર નીલકંઠ ટ્રેડર્સ સાથે થયો છે એટલે અમે એની ઉપર છેતરપિંડીની ફરિયાદ કરી છે. અંબાજીમાં અમે મોહનથાળનો પ્રસાદ બનાવતા હતા તે વખત અંબાજી મંદિરને iso નુ મંદિરને મળ્યું હતું. ગુજરાતમાં અનેક જગ્યાએ અમારા કામ ચાલે છે ક્યારેય ફૂડ વિભાગની કાર્યવાહીમાં અમારું નામ નથી આવ્યું.
શું હતો વિવાદ?
આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા હતા. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા.
અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા હતા. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે. પ્રસાદમાં વપરાયેલ ઘીના સેમ્પલ થયા ફેઈલ થયા છે.