શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતામાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ખેરગામમાં 10 ઈંચ અને વઘઈમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીર આવ્યાં હતાં. ભારે વરસાદને કારણે નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ખેરગામમાં 10 ઈંચ અને વઘઈમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીર આવ્યાં હતાં. ભારે વરસાદને કારણે નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં સરેરાશ 6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. વલસાડ રેલવે સ્ટેશનથી લઈને અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.
વાંસદા તાલુકામાં કોઈ વિસ્તારમાં ઝરમર તો કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ચારણવાડા ગામને પાસે આવેલી કાવેરી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. વાંસદા તાલુકામાં 12 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકામાં ગઈકાલ રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી નદીઓમાં નવાં નીરના આગમન થયાં હતાં.
વાંસદા હવામાન કચેરીએથી મળતી જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે જેમાં વઘઈમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગમાં ભારે વરસાદને કારણે કુદરી સૌદર્ય ખીલી ઉઠ્યું હતું. પહાડોમાંથી પાણીના ધોધ વહેતા થયાં હતાં.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઔરંગા નદી બે કાંઠે વહી હતી. ઓરગાં નદીમા ઘોડાપુરને લઇ વલસાડ અને ખેરગામ તાલુકાના 15 થી 20 હજારથી પણ વધુ લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. સારંગપુર અને પીઠા ગામને જોડતો ઔરંગા નદીનો બ્રિજ પાણી માં ગરકાવ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement