(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કેટલાક વિસ્તારમાં બેઠું ચોમાસું, બે દિવસમાં આખા રાજ્યમાં થશે વરસાદ
Gujarat Monsoon: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે. બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી જશે.
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે. બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી જશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
અંબાજીમાં વરસતા વરસાદમાં ઉમટ્યા ભક્તો
યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે. અંબાજીના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વરસતા વરસાદે અંબાજીમાં ભક્તો ઉમટ્યા છે.
#WATCH | Southwest monsoon is active now. It has covered the whole of Maharashtra including Mumbai. Monsoon has also arrived in Madhya Pradesh, Uttar Pradesh, Delhi and parts of Haryana, Gujarat, Rajasthan, Punjab and Jammu. It will move forward in the next 2 days and will cover… pic.twitter.com/vjFRtNgZqr
— ANI (@ANI) June 25, 2023
રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી
- કચ્છ, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી
- સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબીમાં વરસાદની આગાહી
- ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી
- દાહોદ, પોરબંદર, જુનાગઢમાં વરસાદની આગાહી
- ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી
- જામનગર, દ્વારકા, રાજકોટમાં વરસાદની આગાહી
- બોટાદ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી
- આણંદ, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી
- છોટાઉદેપુર, ભરુચ, નર્મદામાં વરસાદની આગાહી
- સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી
આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે. આજે અને આવતીકાલે વલસાડ અને દમણ... તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ... તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advance of Southwest Monsoon 25th June:
— India Meteorological Department (@Indiametdept) June 25, 2023
Ø The Southwest Monsoon has further advanced into remaining parts of Central Arabian Sea, some of north Arabian Sea, remaining parts of Maharashtra including Mumbai, Madhya Pradesh and Uttar Pradesh, Delhi, some parts of Gujarat, Rajasthan
મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મુંબઈ, સોલાપુર સહિતના શહેરમાં વરસાદ પડ્યો છે. મુંબઈના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા છે. અંધેરીમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે. શિવાજી પાર્ક વિસ્તારમાં પાણી ભરાયા છે. સાયન, દાદર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે. દહીંસર ટોલ નાકા પાસે દોઢ ફૂટ સુધીના પાણી ભરાયા છે. ગુજરાતીઓની મોટી વસતિવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial