શોધખોળ કરો

17 ઓગસ્ટ બાદ ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમય બાદ હવામાન વિભાગ તરફથી પણ ખેડૂતોને લઈને સારા સમાચાર આવ્યા છે.

ગાંધીનગર: રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમય બાદ હવામાન વિભાગ તરફથી પણ ખેડૂતોને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટ બાદ ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. ચાર-પાંચ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. હાલ વરસાદની રાજ્યમાં ખુબ જરૂર છે. પાણી વગર ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. 

ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ રાહત અનુભવી છે. શહેરના જશોનાથ ચોક, ભીડભંજન ચોક, નવાપરા વિસ્તાર, કાળાનાળા ચોક, વાઘાવાડી રોડ, શિવાજી સર્કલ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો  ભાવનગર શહેરમાં અત્યાર સુધી 37 ટકા, ગારિયાધારમાં 56.64 ટકા, ઘોઘામાં 32.93 ટકા, જેસરમાં 21.36 ટકા, મહુવામાં 40.18 ટકા, પાલિતાણામાં  45.45 ટકા, શિહોરમાં 20.79 ટકા, વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા  વરસાદ વરસ્યો છે. 

અમરેલીના દરિયાકાંઠા જાફરાબાદ પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જાફરાબાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો. જ્યારે જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે. તેમના પાકને હાલ વરસાદની ખુબ જરૂર છે.

લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. અમરેલીમાં દરિયા કાંઠાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં  ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા. સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો હતો. બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બગસરા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોના વરસાદી ઝાપટુ પડ્યું હતું. થોડી વાર માટે સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

રાજકોટના ગોંડલમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં ઝાપટા સ્વરૂપે પડ્યો વરસાદ પડ્યો હતો. બસ સ્ટેન્ડ, રલેવે સ્ટેશન, કોલેજ ચોક સહિતના વિસ્ટારમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.  વેરાવળના પડવા, ઘાભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા અને આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો હતો. મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં તાપીમાં બે દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. વડા મથક વ્યારા શહેરમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જિલ્લાના અન્ય તાલુકાના પંથકોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 47 ટકા વરસાદની આગાહી છે.  17 ઓગસ્ટ બાદ ફરી મોન્સૂન એક્ટિવ થશે. 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget