શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં ક્યાં ખાબક્યો કમોસમી વરસાદ

Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.

Gujarat Unseasonal Rain Updates: રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. સાવરકુંડલાના ધજડી, લુવારા, અમૃતવેલ, ઓળિયા, ખડકાળા, નાના ભમોદ્રા અને આસપાસના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ગામની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.

Gujarat Weather: રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં ક્યાં ખાબક્યો કમોસમી વરસાદ

  • જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.
  • તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
  • રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ  છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો  ભીના થયા છે.
  • ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.

Gujarat Weather: રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં ક્યાં ખાબક્યો કમોસમી વરસાદ

  • પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ છે. રાધનપુરમાં ભર શિયાળે વરસાદ છે. રાધનપુર - કમાલપુર - સાથલી - મહેમદાવાદ -અમીરપુરા -બાદર પૂર સહિતના ગામોમાં છે. સમગ્ર રાધનપુરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ છે. ભર શિયાળે વરસાદ વરસતા શિયાળુ વાવેતર પર સંકટ ઉભું થયું છે.
  • દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે.
    વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે, વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
  • ગીર સોમનાથમાં કમોસમી માવઠાથી ખેતરોમાં પાણી ભરાયા છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો કઠોળ ધાણા ચણા જેવા પાકોમાં નુકશાનની ભીતી છે. વેરાવળમાં ખેતરોમાં પાણી ભરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Embed widget