શોધખોળ કરો

Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત

મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોરબીના જેતપરમાં ખેડૂતોનો 19 દિવસનો ઉપવાસ આજે સમાપ્ત.
  • ખેડૂતોનું સ્વાસ્થ્ય બગડતા આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય.
  • આંદોલનનો ઉપવાસ સમાપ્ત, પણ
  • જેતપર છાવણી સત્યાગ્રહ બનશે, ગુજરાતના ખેડૂતો જોડાશે.

મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે રાત્રે 9 વાગ્યે સત્તાવાર અંત આવશે. જોકે, આ ઉપવાસનો અંત આંદોલનનો અંત નથી, પરંતુ સરકાર સામે આરપારની લડાઈના એક નવા પ્રકરણની શરૂઆત છે. આજે રાત્રે ઉપવાસી ખેડૂતોને પારણા કરાવીને આંદોલનના ત્રીજા તબક્કા એટલે કે 'આંદોલન પાર્ટ-3'નું રણશિંગું ફૂંકવામાં આવશે.

જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે અંત આવશે. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોને આજે રાત્રે પારણા કરાવાશે. પારણા સાથે જ આંદોલન પાર્ટ 3ની જાહેરાત થશે. આમરણાંત ઉપવાસ પૂર્ણ થશે પરંતું ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે. જેતપરની ઉપવાસ છાવણી મંગળવારથી સત્યાગ્રહ છાવણી બનશે.

આ પણ વાંચોઃ જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

આંદોલનનું સ્વરૂપ બદલાશે

જેતપર ખાતે 19 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવાના મૂડમાં નથી. મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરશે. અત્યાર સુધી જે સ્થળ ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખાતું હતું, તે આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવાઈ જશે અને મહાત્મા ગાંધીના ચીંધ્યા માર્ગે સરકાર સામે અહિંસક લડત આગળ ધપાવવામાં આવશે.

મોડી રાત્રે ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડયા બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કર્યા મુજબ ખેડૂત હિત, જમીન અને અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલ ઉપવાસ આંદોલનમાં મળેલા અમૂલ્ય સહકાર બાદ, હવે જેતપર ખાતે ઉપવાસના પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારણા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત પણ થવા જઈ રહી છે. ખેડૂતોના હિત અને તેમના ભવિષ્ય માટે પારણાં કરી 'પાર્ટ-3' ની રજૂઆત બધા સમક્ષ કરવામાં આવશે. આ પાર્ટ-3 અંતર્ગત ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને ભવિષ્યની નવી વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થઈ રહ્યા છે, લડત યથાવત રહેશે. આ જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે. જેતપરમાં ખેડૂતોના આ આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ સત્યાગ્રહ મોરબી સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget