Gujarat Rain: સૌરાષ્ટ્રનો આ ડેમ 100 ટકા ભરાતા 2 દરવાજા ખોલવામાં આવ્યા, નિચાણવાળા 20 ગામોને એલર્ટ રહેવા સૂચના
Gujarat Rain Update: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો કેટલાક ડેમ ઓવરફ્લો પણ થયા છે. મોરબી મચ્છુ-૩ ડેમ ૧૦૦ % ભરાય ગયો છે.
Gujarat Rain Update: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો કેટલાક ડેમ ઓવરફ્લો પણ થયા છે. મોરબીનો મચ્છુ-૩ ડેમ ૧૦૦ % ભરાય ગયો છે. જેના પગલે ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે. આગમચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમમાં પાણીની આવક ૧૫૪૫ કયુસેક થઈ છે.
ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળિયા તાલુકાના ૨૦ ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા, માનસર, રવાપર નદી,અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુર ગઢ અને સોખડા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, ફતેપર, માળિયા મિયાણા અને હરીપરને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.
મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રગપર, બેલા, જેતપર, અણિયારી, શાપર, પીપળી, રાજપર, શનાળા, મહેન્દ્રનગર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
માંડવીમાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
કચ્છના માંડવીમાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જતનગરમાં 31 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિજય સાગર ડેમ ઓવરફ્લો થતા તેના પાણી જતનગરમાં ફરી વળ્યા હતા. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડયા છે. ભારે વરસાદને પગલે કચ્છના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ
ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં તારાજી સર્જાય છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘરોમાં પાણી ઘસી જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરિક્ષણ કર્યું છે.