Morbi: ક્રિકેટ સટ્ટા પર મોટી કાર્યવાહી, પોલીસે અઢી લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોને ઝડપ્યા
મોરબીની બી ડીવીઝન પોલીસે મોટી કાર્યવાહી કરીને સટ્ટા કાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીની ઋષભ સોસાયટીના ગેઇટ પાસે અભી પેલેસ બિલ્ડીંગમાં પોલીસે અચાનક દરોડો પાડ્યા હતા.
Morbi: મોરબીમાં પોલીસે સટ્ટોડિયાઓ પર શિકંજો કસ્યો છે, મોરબીમાં સટ્ટો રમતા 9 શખ્સોને બી ડિવીઝન પોલીસે રંગેહાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આ ક્રિકેટ પર રમાઇ રહેલા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો.
મોરબીની બી ડીવીઝન પોલીસે મોટી કાર્યવાહી કરીને સટ્ટા કાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીની ઋષભ સોસાયટીના ગેઇટ પાસે અભી પેલેસ બિલ્ડીંગમાં પોલીસે અચાનક દરોડો પાડ્યા હતા. જ્યાં રહેણાંક મકાનમાં સટ્ટો રમી રમાડતા ૯ શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જોકે, આ કાર્યવાહી દરમિયાન બે નામ એવા પણ ખુલ્યા હતા, જે પોલીસ પકડથી બહાર રહ્યા હતા, આ બન્ને નામના શખ્સોને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે રહેણાંક વિસ્તારમાં દરોડા પાડીને 9 શખ્સો સાથે મોટી સંખ્યામાં મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો, જેમાં લેપટોપ નંગ-૪, મોબાઈલ નંગ -૧૭ અને રોકડા રકમ સહિત કુલ ૨,૬૦,૪૭૦નો મુદામાલ સામેલ છે. આ આખો સટ્ટા કાંડ મોરબીમાં ક્રિકેટ મામલે ચાલી રહ્યો હતો, અને પોલીસે પણ પ્રથમ વખત આવી મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે.
સટ્ટો રમતા આરોપીઓના નામ -
અજયભાઈ કરશનભાઈ બાકુ
વિક્રમભાઈ નાનજીભાઈ જોશી
નીકુલભાઈ ભુરાભાઈ આશલ
મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી
મુકેશભાઈ ભાવાભાઈ ચિભડીયા
હસમુખભાઈ શિવરામભાઈ આશલ
નવીનભાઈ ગંગારામભાઈ જોષી
અશોકભાઈ ભુરાભાઈ જોશી
પ્રવીણભાઈ રાણાભાઇ ગામોટ
પકડવાના બાકી આરોપીઓ -
જય લલીતભાઈ અઘેરા રહે-મોરબી
મિત જયેશભાઈ કાલરીયા રહે-રાજકોટ
Morbi: 'કોઇ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓ સાથે કૃત્ય કરશે તો ચલાવી નહીં લેવાય.....'- હર્ષ સંઘવીની 'લવ જેહાદ' મુદ્દે ચેતાવણી
Morbi: મોરબીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. હર્ષ સંઘવીએ મોરબીમાં કહ્યું કે, કોઇ પણ નામ બદલીને કૃત્ય કરશે તો ચલાવી લેવામાં આવશે નહીં,
મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે સ્પષ્ટતા ચેતવણી આપી છે. તેમને કહ્યું કે, - કોઈપણ સલીમ સુરેશ બનીને બેન - દિકરીયોને ફંસાવશે તો તેને સાખી નહીં લેવામાં આવે. તેમને લવ જેહાદ મુદ્દે કહ્યું કે, આવું કોઈ સુરેશ પણ સલીમ બનીને ના કરે, તેને પણ સાખી લેવામાં નહીં આવે. પ્રેમ કરવો ગુન્હો નથી પરંતુ પ્રેમના નામે કરવામાં કરવામાં આવતા ષડયંત્રને ચલાવી લેવામાં નહીં આવે. આજે મોરબીમાં આવેલા હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે, તેમને પોલીસને સૂચના આપી છે કે, આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી.
સુરત: શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.