શોધખોળ કરો
Advertisement
ભાવનગરમાં વધુ ચાર લોકોએ કોરોનાને આપી મ્હાત, અત્યાર સુધીમાં 25 લોકો થયા સ્વસ્થ, જાણો વિગત
ભાવનગરમાં ત્રણ પુરુષ અને એક મહિલાએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં આજે વધુ ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્રણ પુરુષ અને એક મહિલાએ કોરોનાને મ્હાત આપી છે, જેમાં 22 વર્ષીય અને 42 વર્ષીય પુરુષ સહિત 3 પુરુષો તેમજ 45 વર્ષીય એક મહિલાએ કોરોનાને હરાવ્યો છે. ચાર લોકો સ્વસ્થ્ય થતા ભાવનગરની સર ટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ ઉપરાંત પાટણ જિલ્લામાં 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ ધારપુર આઈશોલેશન વોર્ડમાંથી ગઈ મોડી રાત્રે 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. સિદ્ધપુર તાલુકાના 5 કોરોના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરાયા છે. નોંધનીય છે કે, આ પાંચ દર્દીઓમાંથી સિદ્ધપુર તાલુકાના ઉમરુંના 1 અને 4 નેદ્રા ગામના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક મહિલા અને ચાર પુરુષ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.
નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 24 કેસ નોંધાયા છે. જેમાંથી મોડી રાત્રે પાંચ લોકો ડિસ્ચાર્જ થતાં હવે 18 લોકો કોરોનામુક્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.
આમ, હવે પાટણ જિલ્લામાં કોરોનાના 5 જ એક્ટિવ કેસ રહ્યા છે. ત્યારે હવે પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બને તેવી શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે, છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. ગત પાંચમી મેના રોજ પાટણમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. આ પછી એકેય કેસ નોંધાયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement